કોવીડ-૧૯ : ભારતમા ૨૪ કલાકમા જ બદલાઈ ગઈ કોરોનાની તસ્વીર,જાણો કયા મળ્યા નવા કેસો

April 02, 2020
 964
કોવીડ-૧૯ : ભારતમા ૨૪ કલાકમા જ બદલાઈ ગઈ  કોરોનાની તસ્વીર,જાણો કયા મળ્યા નવા કેસો

ભારતમા કોરોનાની લડત સામે લોકડાઉન છતાં દિલ્હીના નિઝામુદ્દીન મરકજમા એકત્ર થયેલા ૪૦૦૦ થી વધારે લોકોએ ૨૪ કલાકમાં કોરોનાના કેસમા જંગી વધારો કરી દીધી છે. જેમાં ભારતમા ૨૪ કલાકમા કોરોનાની સમગ્ર તસ્વીર બદલાઈ ચુકી છે. જેમા એક દિવસ પૂર્વ ભારતમા કોરોના પોઝીટીવ કેસની સંખ્યા માત્ર ૧૩૦૦ જ હતી તે આજે બે દિવસ બાદ વધીને ૨૦૦૦ની પાર જતી રહી છે. જેમાં મરકજ ૬૧૭ લોકો કોરોના પોઝીટીવ માલુમ પડ્યા છે. મરકજ સાથે જોડાયેલા લોકોને કોરોનટાઈન કરવામા આવ્યા છે.

પરંતુ મરકજ સાથે જોડાયેલા લોકોનો મામલો માત્ર દિલ્હી સુધી જ સીમિત રહ્યો નથી.દેશભરના ૨૫ રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશના આંકડા જાહેર કરવામા આવ્યા છે. જેમાં ૮૫૦૦ લોકોની ઓળખ કરી લેવામા આવી છે જે મરકઝ સાથે જોડાયેલા હતા. જયારે બે દિવસ પૂર્વે મરકજમાંથી ૨૩૬૧ લોકોને બહાર નીકાળવામા આવ્યા હતા. આ જાણકારી દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સીસોદિયાએ ટ્વીટ કરીને આપી હતી.

જેમા જમાત સાથે જોડાયેલા ૫૩૧ લોકોમા કોરોના લક્ષણ જોવા મળ્યા છે.તેમને હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા છે. તબલીગ જમાતની બેજવાબદારીના લીધે નિઝામુદ્દીન મરકજમા હજારો લોકો એકત્ર થયા હતા જેની બાદ આ લોકો સમગ્ર દેશમા ફેલાઈ ગયા છે. જેમાં બુધવારે દક્ષિણ ભારતના ત્રણ રાજયોમા એકલા ૨૩૭ લોકો સંક્રમિત મળ્યા. જેમાં તમિલનાડુમાંથી ૧૧૦ સંક્રમિત લોકોની ઓળખ થઈ છે.આ કાર્યક્રમમા દુનિયાભરના ઇસ્લામિક સ્કોલર અને અન્ય લોકો આવ્યા હતા.

આ ઘટના બાદ કેન્દ્ર સરકારે તમામ રાજયને એલર્ટ મોડમા મુકયા છે. તેમજ જમાત સાથે જોડાયેલા લોકોની તલાશી પણ શરૂ કરવામા આવી છે. જેમાં જમાતના યુપીમા ૧૫૭, હરિયાણામા ૧૨૫, પંજાબમા ૯, મધ્ય પ્રદેશમા ૧૦૯, કર્ણાટકમા ૩૦૦, બિહારમા ૩૦, ઉત્તરાખંડમા ૨૬, હિમાચલમા ૧૭, આંધ્ર પ્રદેશમા ૪૩, ગુજરાતમા ૭૬, છત્તીસગઠ ૧૦૧, તેલંગાનામા ૧૨૦૦ અને રાજસ્થાનમા ૩૭ લોકોની ઓળખ કરવામા આવી છે. જેમાં મરકજ સાથે જોડાયેલા ૬ લોકોની કોરોના લીધે મોત થયા છે.

Share: