સોનિયા ગાંધીએ કહ્યું લોકડાઉન જરૂરી, પરંતુ આયોજન વિનાના લોકડાઉનથી લોકો પરેશાન

April 02, 2020
 983
સોનિયા ગાંધીએ કહ્યું લોકડાઉન જરૂરી, પરંતુ  આયોજન વિનાના લોકડાઉનથી  લોકો પરેશાન

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું કે મોદી સરકારે લોકડાઉનનો નિર્ણય ઉતાવળમા લીધો છે જેનું પરિણામ દેશના સમગ્ર લોકો ભોગવી રહ્યા છે. સોનિયા ગાંધીએ કહ્યું કે કોરોના વાયરસ વિરુદ્ધ લડવા માટે નિરંતર પરીક્ષણ સિવાય કોઈ વિકલ્પ નથી. અમારા ડોકટરો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓને સમર્થનની જરૂર છે. તેમજ વ્યકિતગત રક્ષણ માટે હજમત સુટ અને એન-૯૫ જેવા માસ્ક ઝડપથી ઉપલબ્ધ કરાવવામા આવવા જોઈએ.

આ દરમ્યાન સોનિયા ગાંધીએ કહ્યું કે લોકડાઉનનો નિર્ણય ઉતાવળમા લેવામા આવ્યો છે. લોકડાઉનની સ્થિતિ પૂર્વે સરકારે એક રણનીતિ બનાવવાની જરૂર હતી.સોનિયા ગાંધીએ કહ્યું કે કોરોનાથી બચવા લોકડાઉન જરૂરી હોય શકે છે પરંતુ તેને આયોજન વિના લાગુ કરાતા લાખો પ્રવાસી અને શ્રમિકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો.

જયારે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું કે દેશ કોવિડ-૧૯ના પડકારો સામે એકજૂથ થઈને ઉભો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે તમામ રાજય સરકારોએ કોવિડ-૧૯થી પ્રભાવિત થનારા સંવેદનશીલ વર્ગો તરફ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. તેમજ કોઈ પણ પ્રવાસીને ભોજનથી વ્યવસ્થા સાથે જ ઘરે મોકલવા જોઈએ. આ બધી વ્યવસ્થા સાથે લોકડાઉન કરવાની જરૂર હતી. તેમજ આ રોગથી વૃદ્ધો અને બાળકોએ વધારે ચેતવાની જરુર છે. તેમજ રાજય સરકારોએ પણ આવા લોકોની વિશેષ કાળજી લેવી જોઈએ.

આ બેઠકમા કોંગ્રેસ શાસિત રાજયના મુખ્યમંત્રી પણ હાજર હતા તેમણે પણ પોતાની વાત રજુ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ છેલ્લા દિવસોમા પીએમ મોદીને એક પછી એક ત્રણ પત્ર લખીને સરકારને રોગ સાથે લડવાના ઉપાયો સૂચવ્યા હતા. તેમજ મનરેગા મજુરોને એડવાન્સમા મજુરી ચુકવવા માટે પણ માંગ કરી છે.

Share: