ગૌતમ ગંભીરે કોવિડ-૧૯ સામે લડવા માટે બે વર્ષની સેલેરી કરી ડોનેટ

April 02, 2020
 191
ગૌતમ ગંભીરે કોવિડ-૧૯ સામે લડવા માટે બે વર્ષની સેલેરી કરી ડોનેટ

ક્રિકેટરથી રાજનેતા બનેલા ગૌતમ ગંભીરે ગુરુવારે કોરોના વાયરસ સામેની જંગ લડવા માટે સાંસદ તરીકે પોતાના બે વર્ષનો પગાર કટોકટીની પરિસ્થિતિમાં પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને રાહત ભંડોળ (પીએમ કેયર્સ ફંડ) માં આપવાનો નિર્ણય કર્યો છે. પૂર્વી દિલ્હીથી ભાજપના લોકસભા સાંસદે પોતાના ટ્વીટર પેજ પર લોકોથી આ મહામારીથી બચવા માટે યોગદાન આપવાની અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે, કોરોના ચીનથી શરુ થયો પરંતુ ધીરે-ધીરે દુનિયાના ૧૯૫ દેશોને પોતાની ચપેટમાં લઇ ચુક્યો છે. દુનિયાભરમાં ૪,૫૦,૦૦૦ થી વધુ લોકોમાં કોરોનાનું સંક્રમણ થઈ ચુક્યું છે. દુનિયાએ પહેલા ક્યારેય આવી બીમારી જોઈ નથી. તેમ છતાં વાયરસના ખતરાને જોતા ભારતના પ્રધાનમંત્રીએ પણ સંપૂર્ણ દેશમાં ૨૧ દિવસ એટલે ત્રણ અઠવાડિયા માટે લોકડાઉનની જાહેરાત કરી હતી.

વાસ્તવમાં, ગૌતમ ગંભીરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરતા લખ્યું છે કે, “લોકો પૂછે છે કે, તેમનો દેશ તેમના માટે શુ કરી શકે છે. વાસ્તવિક સવાલ તો એ છે કે, તમે પોતાના દેશ માટે શુ કરી શકો છો. હું પોતાના બે વર્ષનો પગાર પીએમ કેયર્સ ફંડમાં દાન કરી રહ્યો છુ. તમારે પણ આગળ આવું જોઈએ. તમને જણાવી દઈએ કે, આ અગાઉ પણ ગૌતમ ગંભીરે પોતાનો એક મહિનાનો પગાર અને સાંસદ સ્થાનીય ક્ષેત્ર વિકાસ કાર્યક્રમ ભંડોળથી એક કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો હતો. કોવિડ-૧૯ ના કારણે દેશમાં અત્યાર સુધી ૫૦ લોકોના મુત્યુ થઈ ચુક્યા છે જ્યારે લગભગ ૨૦૦૦ લોકો સંક્રમિત છે. દુનિયાભરમાં વાયરસના કારણે ૪૦,૦૦૦ થી વધુ લોકોના મુત્યુ થઈ ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે, બુધવારના સૌરવ ગાંગુલી ૨૫ વર્ષ બાદ રામકૃષ્ણ મિશનના મુખ્યાલય બેલુર મઠ પહોંચ્યા જ્યાં તેમને કોરોના વાયરસ મહામારીના કારણે મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહેલા લોકોની મદદ માટે ૨૦૦૦ કિલો ચોખા દાન કર્યા હતા. ચેમ્પિયન બેટ્સમેન સચિન તેંડુલકરે કોરોના વાયરસ સામેની જંગ લડવા માટે ૫૦ લાખ રૂપિયા દાન કર્યા છે. ભારતના પ્રમુખ ખેલાડીઓમાંથી આ અત્યાર સુધીનું સૌથી મોટું દાન છે.

Share: