ઇશાન પોરેલે કોરોના વાયરસ સામેની જંગ લડવા માટે દાન કર્યા ૫૦,૦૦૦ રૂપિયા

April 02, 2020
 225
ઇશાન પોરેલે કોરોના વાયરસ સામેની જંગ લડવા માટે દાન કર્યા ૫૦,૦૦૦ રૂપિયા

પશ્વિમ બંગાળના ઝડપી બોલર ઇશાન પોરેલે કોરોના વાયરસની જંગમાં ૫૦,૦૦૦ રૂપિયાની મદદ આપવાનો નિર્ણય કર્યો છે. તેમને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ૨૦-૨૦ હજાર રૂપિયા સિવાય સ્થાનીય હોસ્પિટલમાં ૧૦,૦૦૦ રૂપિયા દાનની જાહેરાત કરી છે.

ઇશાન પોરેલે જણાવ્યું છે કે, “આપણે જે રીતે લડી શકીએ તે રીતે આ ખતરનાક રોગ સામે લડવું જોઈએ. હું મારા નજીકના વિસ્તારના લોકોને ચોખા, કઠોળ પ્રદાન કરી રહ્યો છુ જે આ સમયે ખાવા-પીવામાં અસમર્થ છે. મેં અને મારા માતા-પિતાએ આ લોકોને ઓળખાયા અને છેલ્લા બે દિવસથી આ લોકો મદદ કરી રહ્યા છીએ.” ઇશાન પોરેલે તેની સાથે લોકોથી બહાર ન નીકળવાની અપીલ કરી છે.

તેમને જણાવ્યું છે કે, “હું ટીવી પર જોઈ રહ્યો છુ કે, લોકો ભીડમાં બહાર નીકળી રહ્યા છે. તેમને એ વાતનો અંદાજ હોવો જોઈએ કે, તે દરેકનું જીવન ખતરામાં નાખી રહ્યા છે. હું બધાને ઘરમાં રહેવા અને સરકારનો સાથે આપવાની અપીલ કરુ છુ.

આ અગાઉ ભારતીય વનડે ટીમના વાઈસ કેપ્ટન અને દિગ્ગજ ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ કોરોનાવાયરસ સામેની લડાઈ માટે ૮૦ લાખ રૂપિયાનું દાન કર્યું હતું. તેમને ૪૫ લાખ પીએમ કેયર્સ ફંડ, ૨૫ લાખ સીએમ રિલીફ ફંડ (મહારાષ્ટ્ર), ૫ લાખ ફીડિંગ ઇન્ડિયા અને ૫ લાખ ડોગ્સની મદદ માટે દાન કર્યા હતા. તેમને આ વાતની જાણકારી પોતાના આધિકારિક ટ્વીટર એકાઉન્ટ દ્વ્રારા આપી હતી.

Share: