જિયોફોન યુઝર્સને જરૂરિયાતના સમયે મળશે આ લાભ

April 02, 2020
 408
જિયોફોન યુઝર્સને જરૂરિયાતના સમયે મળશે આ લાભ

જિયો પોતાના માટે, તેમજ મિત્રો, પરિવારજનો અને પ્રિયજનો માટે ઓનલાઇન રિચાર્જ કરાવતા યુઝર્સની નોંધપાત્ર રીતે ઊંચી ટકાવારી ધરાવે છે

ફિઝિકલ રિટેલ સ્ટોર્સમાં રિચાર્જ કરાવતા અને હાલ લોકડાઉનને કારણે મુશ્કેલી અનુભવતા લોકો માટે જિયોએ યુપીઆઈ, એટીએમ, એસએમએસ, કોલ વગેરે જેવા રિચાર્જના વૈકલ્પિક માધ્યમો પૂરાં પાડ્યાંછે

પણ જિયો પાસે જાણકારી છે કે, ઉપરોક્ત પહેલો છતાં જિયોના કેટલાંક યુઝર્સ રિચાર્જ કરવા સક્ષમ નથી અને હાલના મહત્ત્વપૂર્ણ સમયગાળામાં એની સૌથી વધુ જરૂરિયાત ધરાવે છે.

એટલે જિયો એના જિયોફોન યુઝર્સ માટે વધારે કામ કરે છે અને પ્રદાન કરે છે.

૧૭ એપ્રિલ, ૨૦૨૦ સુધી દેશમાં કોઈ પણ જગ્યાએ કોલની ૧૦૦ મિનિટ અને ૧૦૦ એસએમએસ ફ્રી.

જિયોફોનનાં તમામ યુઝર્સ વેલિડિટી પછી ઇનકમિંગ કોલ મેળવશે.

જિયો એના યુઝર્સને સતત સાથસહકાર આપશે અને અભૂતપૂર્વ મૂલ્ય પ્રદાન કરવાનું ચાલુ રાખશે.

કોવિડ-19 કટોકટીમાંથી ભારત વધારે મજબૂત થઈને બહાર આવશે. જિયો ટૂગેધર.

Share: