ગુજરાત સરકાર જુઠ્ઠુ કેમ બોલે છે ??

April 02, 2020
 613
ગુજરાત સરકાર જુઠ્ઠુ કેમ બોલે છે ??

કોરોના વાયરસ ને કારણે દુનિયા ભર ના નાલાયક કહેવાતા નેતાઓ પણ સારા અને સાચા નિવેદનો કરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર તરફથી ભાજપ ના નેતા દ્વારા અપાતા નિવેદનો મા સત્ય હકીકત અલગ થી શોધવી પડે છે મતલબ કે ડેપ્યુટી મુખ્ય મંત્રી તરીકે નીતિન પટેલે એવું નિવેદન ટીવી ચેનલ પર લાઈવ કીધું છે કે ગુજરાત રાજ્ય ની ૬૫૦૦૦૦૦૦ સાડા છ કરોડ જનતા નું સ્ક્રીનીંગ નું કામ પૂરું થઈ ગયું છે અને આરોગ્ય વિભાગ ના સચિવ પણ કહી રહ્યા છે કે સાડા છ કરોડ જનતા નો સર્વ થઈ ગયો છે.

ત્યારે નીતિન પટેલ ને હું લખી ને જણાવી રહ્યો છું કે નીતિન ભાઈ તમે આટલા મોટા પદ પર બેઠેલા છો અને તમારે જે નિવેદન આપવાનું હોય તેની પૂરી તપાસ કરી ને બોલવું જોઈએ કારણ કે સાચી હકીકત એ છે કે તમે કહો છો કે ગુજરાત ની સાડા છ કરોડ જનતા નું સ્ક્રીનીંગ થઈ ગયું છે પણ આ વાત તમારું જુઠ્ઠાણું છે કારણ કે ગુજરાત ની ૪૦૦૦૦૦૦૦ ચાર કરોડ જેટલા નાગરિકો ને આ સ્ક્રીનીંગ કોને કહેવાય તે જ ખબર નહિ હોય અને મુખ્ય વાત એ છે આટલી બધી જનતા નું સ્ક્રીનીંગ કરવા માટે લાખ જેટલા લોકો ની જરૂર પડે અને કેટલાય દિવસો સુધી સ્ક્રીનીંગ નું કામ ચાલે ત્યારે આટલું બધું જલ્દી આ કામ થઈ જ ના શકે.

આરોગ્ય સચિવ પણ એક મહિલા અધિકારી છે તે પણ સારા કામ કરી રહ્યા છે પણ તે કઈ મજબૂરી હેથલ આવું ખોટું નિવેદન આપી રહ્યા છે કે ગુજરાત ની સાડા છ કરોડ જનતા નો સર્વ થઈ ગયો છે કારણ કે આઇએએસ અધિકારી બહેન વર્ષો થી ગુજરાત રાજ્ય મા નોકરી કરે છે તેમને ગુજરાત મા રહેતી એવી અંતરિયાળ વિસ્તાર ની ખબર છે કે આ વિસ્તારો મા એટલો બધો જલદી કોરોના વાયરસ નો સર્વ કરવા માટે સ્ટાફ જઈ ના શકે.

કદાચ એપ્રિલ મહિનામાં અંત સમય માં કદાચ આ ખોટું નિવેદન આપ્યું હોત તો કોઈ વ્યક્તિ કદાચ માને પણ ૧૦/૧૩ દીવસ મા ભાજપ ના નેતાઓ દ્વારા એટલા બધા જુઠ્ઠા નિવેદનો બહાર આવ્યા છે કે જનતા ચૂપચાપ સહન કરી રહી છે. ચીન દ્વારા એક આખી નવી હોસ્પિટલ કોરોના વાયરસ ના દર્દીઓ માટે બનાવવા મા આવી હતી તેની સામે પણ ગુજરાત સરકાર દ્વારા એવું જુઠ્ઠાણું ચલાવ્યું કે ચીન કરતા પણ રેકોર્ડ સમય ગાળા મા ગુજરાતે ૨૨૦૦ બેડ ની કોરોના વાયરસ ના દર્દીઓ માટે હોસ્પિટલ બનાવી દીધી છે તેમાં સત્ય હકીકત એ છે કે અમદાવાદ શહેર માં અસારવા વિસ્તાર મા પાછલા બે વર્ષ થી હોસ્પિટલ ની બિલ્ડિંગ તૈયાર છે.

તેમાં જૂની હોસ્પિટલ વિસ્તાર મા થી નવા બેડ ત્યાં ગોઠવી ને અને તેજ રીતે વડોદરા સુરત રાજકોટ ખાતે પણ ખાલી પડેલી જગ્યાઓ પર બેડ ગોઠવી ને ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે અમે ૨૨૦૦ બેડ ની હોસ્પિટલ બનાવી દીધી છે પણ સત્ય હકીકત એ છે કે દર્દીઓ ની સારવાર કરવા માટે કે કદાચ દર્દીઓ સારવાર માટે આવે ત્યારે તેમના માટે ડોકટરો જ ઉપલબ્ધ નથી તેથી ગુજરાત સરકાર દ્વારા આર્યુવેદીક અને દાંત ના ડોકટરો જે ગુજરાત રાજ્યનાં ખાનગી દવાખાના મા ડોકટર ના અભ્યાસ ક્રમ શીખી રહ્યા છે તે લોકો ને પણ સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે તમે લોકો હાલ દર્દીઓ ની સારવાર માટે વેન્ટ્ટી લેટર ચલાવવા માટે તાલીમ લઈ લો તમારે આ વધારા નું કામ કરવા તૈયાર રહેવાનું છે.

મતલબ એ થયો કે ધોબી નું કામ હઝામ ને કરવાનું ને ?? જો આમ થશે તો દર્દીઓ ની સારવાર સારી રીતે થઈ ના શકે પણ આ તો ભાજપ ના નેતાઓ છે જે શ્રાપ આપી ને સરહદ પર દુશ્મનો ને ભગાડવા કે મારવાની વાત કરી રહ્યા છે આરએસએસ ના ડોન મોહન ભાગવત દ્રારા પણ અગાઉ કહેવામાં આવ્યું હતું જ કે દેશ ની સેના કરતા આરએસએસ ની સેના જરાય ઉતરતી નથી. વાતો ના વડા કરીને જનતા ને ભાજપ ના નેતાઓ જમાડે છે અને મૂર્ખ લોકો ખુશ થઈ જાય છે પણ દેશ ની અડધાથી વધુ બુદ્ધિ જીવી જનતા નો મરો થઈ રહ્યો છે.

- કલ્પેશ ભાટિયા (આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: