પીએમ મોદીની દીપ પ્રાગટ્યની અપીલ પર સંજય રાઉતે આપી આ પ્રતિક્રિયા ...

April 04, 2020
 894
પીએમ મોદીની  દીપ પ્રાગટ્યની અપીલ પર  સંજય રાઉતે આપી આ પ્રતિક્રિયા ...

શિવસેના નેતા સંજય રાઉતે પીએમ મોદી દ્વારા રવિવારે રાત્રે કરેલી દીપ પ્રાગટ્યની અપીલ પર કટાક્ષ કર્યો છે. પીએમ મોદીએ રવિવારે રાત્રે કોરોના સામેની લડાઈ માટે નવ વાગે નવ મિનીટ સુધી, દીવો,મીણબત્તી કે મોબાઈલ લાઈટ પ્રગટાવવાની અપીલ કરી છે. જેની પ્રતિક્રિયા આપતા સંજય રાઉતે કહ્યું છે કે આમ કરતા પોતાનું ઘર જ ના ફૂંકી મારતાપીએમ મોદીએ શુક્રવારે એક વિડીયો સંદેશમા કહ્યું કે કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈમા દેશના લોકોનું મનોબલ વધારવા આ પહેલ કરી હતી. જેની પર રાજયસભાના સાંસદ અને શિવસેના નેતા સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું કે ' જયારે લોકોને તાળી વગાડવાનું કહેવામા આવ્યું ત્યારે લોકો રોડ પર ભીડ એકત્ર કરીને ઢોલ નગારા સાથે નીકળી પડ્યા હતા. પરંતુ આ વખતે આશા રાખું છે કે તે પોતાનું ઘરના ફૂંકી મારેઉલ્લેખનીય છે કે, દેશમા કોરોના સંકટ વચ્ચે પીએમ મોદીએ શુક્રવારે દેશની જનતાને વિડીયો સંદેશ આપ્યો હતો. આ દરમ્યાન તેમણે અનેક મહત્વની વાતો કરી હતી. તેમણે વિડીયો સંદેશમા કહ્યું છે આ રવિવારે ૫ એપ્રિલના રોજ કોરોના વાયરસને પડકકાર આપવાનો છે. તેમણે જનતાને અપીલ કરી છે કે રવિવારે રાત્રે ૯ વાગે ૯ મિનીટ માટે દિપ પ્રગટાવો. પીએમ મોદીએ કહ્યું કે કોરોના સંકટ વચ્ચે જેવી રીતે લોકોએ સરકારને સાથ આપ્યો છે તે અભૂતપૂર્વ રહ્યો છે. લોકોએ જે રીતે સાથ આપ્યો તેનાથી સ્પષ્ટ થયું છે કે દેશ કોરોના વિરુદ્ધ જંગ લડી શકીએ છીએ.પીએમ મોદીએ કહ્યું કે આટલી મોટી લડાઈ એકલા કેવી રીતે લડાશે આ પ્રશ્ન તમારા મનમા હશે. આપણે ઘરમા જરૂર છીએ પરંતુ એકલા નથી.૧૩૦ કરોડ લોકો એક બીજાની સાથે છે. અમારા ત્યાં માનવામા આવે છે કે જનતા ઈશ્વરનું જ રૂપ હોય છે. તેથી જયારે દેશ એક લડાઈ લડી રહ્યો છે ત્યારે તેની એકજુથતાનું પ્રદર્શન કરવું જોઈએ.

Share: