ડોકટરોની મેહનત રંગ લાવી ૮૦ વર્ષીય દાદીમા કોરોનાને મ્હાત આપી સાજા થયા.

April 04, 2020
 642
ડોકટરોની મેહનત રંગ લાવી ૮૦ વર્ષીય દાદીમા કોરોનાને મ્હાત આપી સાજા થયા.

કોરોના એટલે મૃત્યુ' એવું માની લેવાની જરૂર નથી. રાહતના સમાચાર એ છે કે, કોરોના પીડિત દર્દીઓ હવે સાજા થઈ રહ્યા છે. ડોકટરોની મહેનત જાણે રંગ લાવી રહી છે. ગુજરાતીઓને જાણીને આનંદ થશે કે, અત્યાર સુધી કુલ ૧૪ જણા કોરોના સામેનો જંગ જીત્યા છે. હોસ્પિટલમાંથી રજા મેળવીને ઘેર પહોંચ્યા છે.

આજે ગાંધીનગરમાં ૮૦ વર્ષની વૃદ્ધા કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયા છે. કદાચ ગુજરાતની આ પ્રથમ ઘટના હશે. ૮૦ વર્ષના વૃદ્ધા કોરોનામાંથી સ્વસ્થ થયા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં ૫૦ વર્ષીય પુરુષ અને ૨૩ વર્ષીય યુવતી પણ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. વડોદરામાં એક સગભૉ મહિલાની પણ નેગેટિવ રિપોર્ટ આવ્યો છે આ મહિલાને પણ કોરોના પોઝિટિવ થયો હતો. આમ અત્યાર સુધીમાં ૧૪ જણા સાજા થયા છે.

Share: