મુખ્યમંત્રી રૂપાણીએ સરપંચોને પૂછ્યું તકલીફ તો નથી ને.

April 04, 2020
 644
મુખ્યમંત્રી રૂપાણીએ સરપંચોને પૂછ્યું તકલીફ તો નથી ને.

કોરોના વાયરસને કારણે લોકડાઉનમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ મળી રહે તેવા અભિગમથી ૧૦ જેટલા સરપંચો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીધી વાતચીત કરી. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસ સ્થાને કાર્યરત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેંટરના જન સંવાદ કેન્દ્રના માધ્યમથી રાજ્યના ૧૦ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારના નાંદેજ કુનરિયા, વડગામ, ખોરસા, ગઢકા, ચંદાવાડા, પરિયા, ચિખલવાવ, સિમલી ગામના સરપંચોને તેમના ગામમાં લોકડાઉનની હાલની સ્થિતિમાં રેશનની દુકાનો પર પૂરતો અનાજ નો પુરવઠો છે કે નહિ..આરોગ્ય સેવાઓ યોગ્ય મળે છે કે કેમ..ગામમાં સફાઈની વ્યવસ્થા તેમજ દૂધ શાકભાજી કરિયાણું જેવી આવશ્યક ચીજ વસ્તુઓ નિયમિત મળે છે કે કેમ તે અંગે ઊંડાણ પૂર્વક વાતચીત કરી ફીડબેંક મેળવ્યા હતા.

મુખ્યમંત્રી આ સરપંચોને તેમના ગામોમાં કોરોના વાયરસ સામે જનજાગૃતિ લોકો દાખવે સોશીયલ ડિસ્ટન્સ જાળવે ગામમાં ભેગા ના થાય અને ઘરમાં જ રહીને આ વાયરસના સંક્રમણથી બચે તેની કાળજી લેવા પણ તાકીદ આ વાતચીત દરમ્યાન કરી હતી.

Share: