કોરોના સામેની જંગ લડવા માટે એકતા કપૂરે આપ્યું આ મોટું દાન

April 04, 2020
 189
કોરોના સામેની જંગ લડવા માટે એકતા કપૂરે આપ્યું આ મોટું દાન

કોરોના વાયરસ સામેની જંગ લડવા માટે સંપૂર્ણ દેશ એકઝૂટ થઈ ગયો છે. તેથી જ પીએમ મોદીએ સામાન્ય લોકોથી મદદ માટે વિનંતી કરી છે, ત્યારથી લોકો સતત દેશ માટે નાણા દાન કરી રહ્યા છે જેથી ગરીબ લોકો આ બીમારીથી લડી શકે. બોલીવુડના ઘણા સ્ટાર્સ ડોનેશન આપવાની બાબતમાં સૌથી આગળ જોવા મળ્યા છે અને હવે ટીવી ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સે પણ પોતાની તરફથી મદદનો હાથ આગળ કરી દીધો છે. આ યાદીમા એકતા કપૂરનું નામ પણ સામેલ થઈ ગયું છે, જેમને બાલાજી ટેલીફિલ્મ્સમાં પોતાના કર્મચારીઓના પ્રતિ મદદનો હાથ આગળ વધારતા પોતાની એક વર્ષની સેલેરી તેમને સમર્પિત કરવાનો નિર્ણય કર્યો છે.

નિર્માતાએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની જાહેરાત કરી હતી. આપણે બધાએ આ રીત અપનાવવાની જરૂર છે. જેનાથી આપણી આસપાસના લોકો અને દેશવાસીઓની મુશ્કેલી ઓછી થાય. જેમાં અલગ અલગ ફ્રીલાન્સર અને દૈનિક કર્મચારીઓની દેખભાળ મારી પ્રથમ અને મોટી જવાબદારી છે જે બાલાજીમા કામ કરે છે. તેમજ હાલમા તેમનો પાસે કોઈ શુટીગ ના હોવાને લીધે હાલની આ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે અને ભારે નુક્શાનનો સામનો કરવો પડી રહ્યો છે.

એક વર્ષનો પગાર એકતા કપૂરે કર્યો દાન

એકતા કપૂરે લખ્યું છે કે, “એટલા માટે મે પોતાની એક વર્ષની સેલેરી એટલે ૨.૫ કરોડ રૂપિયા બાલાજી ટેલિફિલ્મ્સમાં આપવાનો નિર્ણય કર્યો છે જેથી મારા સાથીદારોને સંકટના આ સમયગાળા દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો કરવો ના પડે. તેનાથી નીપટવાનો એક જ રસ્તો છે, એકજુટતા, સુરક્ષિત રહો, સ્વસ્થ રહો.

એકતા કપૂર જેવી હસતી જો આગળ આવી, આવી રીતનું પગલું ઉઠાવવું દુનિયાભરમાં ઘણા લોકો માટે પ્રેરણાદાયક છે, જે પોતાની લોકપ્રિયતાનો યોગ્ય ઉપયોગ કરતા, બીજા માટે યોગ્ય ઉદાહરણ સ્થાપિત કરે છે.

Share: