ગુજરાતમા હેલ્પલાઈન ૧૦૪ પર આવ્યા ૩૨ હજાર કોલ, ૫૪૮ લોકોને સારવાર અપાઈ

April 04, 2020
 639
ગુજરાતમા હેલ્પલાઈન ૧૦૪ પર આવ્યા ૩૨ હજાર કોલ,  ૫૪૮ લોકોને સારવાર અપાઈ

ગુજરાતમા કોરોના વાયરસના દર્દીઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. જેમાં ગુજરાતમા હાલ ૧૦૫ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે. તેમજ ૧૦ લોકોના મૃત્યુ પણ થયા છે. જેમા કોરોનાની માહિતી માટે સરકારે હેલ્પ લાઈન નંબર પર શરૂ કર્યો છે. જેમાં ગુજરાત સરકારની હેલ્પલાઇન નંબર -૧૦૪ ઉપર પર નિયમિત રીતે વ્યકિતઓ મદદ માંગી રહયા છે અને માહિતી મેળવી રહયા છે. જેમા અત્યાર સુધી ૩૨,૦૨૮ આવા કોલ આવેલ છે જયારે હેલ્પલાઇન ઉપર વ્યકિતઓ પોતાના લક્ષણોની વિગતો આપે તો આવા વ્યકિતઓને પણ નિરીક્ષણ હેઠળ લઇ જરૂરી સારવાર પુરી પાડવામાં આવી રહી છે. જે પૈકી ૫૪૮ જેટલા વ્યકિતઓને આ રીતે સારવાર પુરી પાડવામાં આવી છે.આ ઉપરાંત રાજયના ર્ડાકટરો અને પેરામેડીકલ સ્ટાફને વેન્ટીલેટર કેરની તાલીમ આપવા માટે રાજયની મેડીકલ કોલેજોમાં તા.૨૧/૦૩/૨૦૨૦ થી શરૂ કરેલ છે. અને તા.૩૦/૦૩/૨૦૨૦ સુધીમાં ૭૩૮ આરોગ્યકર્મીઓને તાલીમ આપવામાં આવેલ છે. વધુમાં તા.૦૧/૦૪/૨૦૨૦ થી રાજયના ર૮ બીજા સેન્ટરો ખાતે આ તાલીમ શરૂ કરી ૧૪૦૦ જેટલા આરોગ્યકર્મીઓને વેન્ટીલેટર કેરની તાલીમ આપવામાં આવેલ છે.વધુમાં ૨૩૬૭ તબીબો,૧૩૦૦ જેટલા આયુષ,૨૬૦ ફીજીયોથેરાપીસ્ટ,૨૬૬ ડેન્ટલ સર્જન અને ૫૦૦૦ જેટલા સ્ટાફ નર્સનેCOVID-19ને લગત આનુષંગિક તાલીમ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમા કોરોના પોઝીટીવ કેસની સંખ્યા સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યામા ચોવીસ કલાકમા ૧૦ કેસોનો વધારો થયો છે. ગુજરાતમા કોરોના દર્દીઓની સંખ્યા ૧૦૫ એ પહોંચી છે. તેમજ અત્યાર સુધી રાજયમા કુલ ૧૦ લોકોના મોત થયા છે. તેમજ ૧૧ લોકો કોરોનાથી સાજા થયા છે.આ અંગે ગુજરાત આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવીએ જણાવ્યું કે ગુજરાતમા કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ગઈકાલે ૯૫ ની હતી જયારે આજે તે વધીને ૧૦૫એ પહોંચી છે. આમ તેમાં એક દિવસમા ૧૦ દર્દીઓનો વધારો નોંધાયો છે.

જેમાં અમદાવાદમા ૪૩ દર્દીઓ થયા છે અમદાવાદમા ૫ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે. જયારે ભાવનગરમા ૯ દર્દીઓ થયા છે જેમાં બે લોકો આજે ઉમેરાયા છે. ગાંધીનગરમા બે દર્દીઓ ઉમેરાતા ૧૩ દર્દીઓ થયા છે. ગીર સોમનાથમા ૨, કચ્છ ૧, મહેસાણા ૧, પાટણ ૨, પોરબંદર ૩, રાજકોટ ૧૦, અને સુરતમા ૧૨ કેસ નોંધાયા છે.

Share: