આ ક્રિકેટ સ્ટેડીયમમાં બનશે કોરોના વાયરસનું ટેસ્ટિંગ સેન્ટર

April 04, 2020
 200
આ ક્રિકેટ સ્ટેડીયમમાં બનશે કોરોના વાયરસનું ટેસ્ટિંગ સેન્ટર

કાઉન્ટી ક્રિકેટ ક્લબ વાર્વિકશાયરે કહ્યું છે કે, તે એજબેસ્ટન સ્ટેડીયમને સરકારને સોંપી રહી છે જેથી કોરોના વાયરસની તપાસ માટે તેનો કેન્દ્ર તરીકે ઉપયોગ કરી શકાય. ક્રિકઇન્ફોની રિપોર્ટ અનુસાર, સ્ટેડીયમની મુખ્ય કાર પાર્કિંગને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા (એનએચએસ) માં કામ કરી રહેલા મેડીકલ સ્ટાફના પરિક્ષણ કરવા માટે ઉપયોગ કરવામાં આવશે.

જે લોકોને પણ કોવિડ-૧૯ ટેસ્ટ કરાવવો હશે, તે સીધા જ એજબેસ્ટન રોડથી પ્રવેશ કરી શકે છે અને ગાડીના માધ્યમથી જ અંદર જઈ શકશે. ત્યાર બાદ તે પછી પેરશોર રોડ નિકાસના માધ્યમથી બહાર આવી શકે છે.

ક્લબના મુખ્ય કાર્યકારી નીલ સ્નોબોલે કહ્યું છે કે, “અમારી કાઉન્ટી ક્રિકેટ કાર્યક્રમ, કોન્ફરન્સ અને પ્રતિયોગીતાઓ ૨૯ મે સુધી બંધ છે. અમારા કર્મચારી આ મુશ્કેલ સમયમાં પોતાના સ્થાનીય સમુદાયની મદદના વિભિન્ન રીત શોધી રહ્યા છે.”

ક્લબે એ પણ જણાવ્યું છે કે, એનએચએસ સ્ટાફનું કોવિડ-૧૯ ટેસ્ટ સેન્ટર થોડા દિવસોમાં કામ કરવાનું શરુ કરી દેશે અને આ એજબેસ્ટન સ્ટેડીયમ આગામી આદેશ સુધી રહેશે.

Share: