ગૌતમ ગંભીરે દિલ્હી સરકારની મદદ માટે દાન કર્યા ૫૦ લાખ

April 06, 2020
 161
ગૌતમ ગંભીરે દિલ્હી સરકારની મદદ માટે દાન કર્યા ૫૦ લાખ

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને સાંસદ ગૌતમ ગંભીરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખીને એક વખત ફરીથી ૫૦ લાખ રૂપિયા દાન કર્યા છે. દિલ્હી સરકારને ગૌતમ ગંભીરે આ રકમ એટલા માટે દાન કરી છે જેથી જરૂરી તબીબી ઉપકરણો ખરીદી શકાય અને કોરોના સાથે લડતા વધુને વધુ લોકોને મદદ મળી શકે.

ગૌતમ ગંભીરે કહ્યું છે કે, આ અગાઉ દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, તેમને વધુ ફંડની જરૂરત છે જેનાથી કોરોનાથી લડી રહેલા લોકોની મદદ કરી શકાય. તેને જોતા ગૌતમ ગંભીરે જરૂરી મદદ કરી છે.

તમને જણાવી દઈએ કે, આ અગાઉ ગૌતમ ગંભીર દિલ્હી સરકારને ૫૦ લાખ રૂપિયાની મદદ કરી ચુક્યા છે. જ્યારે તેમને કોરોના માટે પીએમ રાહત ફંડમાં ૧ કરોડ અને પોતાની ૨ વર્ષની સેલેરી પણ દાનમાં આપી દીધી હતી.

તમને જણાવી દઈએ કે, પીએમ મોદીએ લોકોથી અપીલ કરી હતી કે, કોરોના વાયરસ સામે દેશના સામુહિક જજ્બાને જોતા તે રવિવાર રાતે નવ વાગે ઘરોની લાઈટ બંધ કરી ડો અને તેના કારણે નવ મિનીટ સુધી મીણબત્તી, દીપક અથવા રોશની કરનારી ઘણી વસ્તુઓ સળગાવો.

પરંતુ લોકો અહીં તેમાં ફટાકડા પણ ફોડીયા જેનાથી ગૌતમ ગંભીર ઘણા ગુસ્સામાં જોવા મળ્યા. તેમને ટ્વીટ કરી કહ્યું કે, ભારત....અંદર રહો. અમે હજુ લડાઈના અધ્ધવચ્ચે છીએ.” આ ફટાકડા ફોડવાની તક નથી.”

Share: