મહેસાણામાં ય કોરોનાએ મારી એન્ટ્રી, દર્દી તબલીગી નીકળ્યો.

April 06, 2020
 620
મહેસાણામાં ય કોરોનાએ મારી એન્ટ્રી, દર્દી તબલીગી નીકળ્યો.

કોરોના ધીરે ધીરે ગુજરાતમાં પ્રસરી રહ્યો છે જેના કારણે લોકોની ચિંતા વધી છે કેમ કે, ગુજરાત ત્રીજા સ્ટેજમાંથી પસાર થઇ રહ્યું છે જેના લીધે કેસો વધે તેવી શક્યતા છે. હાલમાં કોરોનાએ વધુ એક નવા જિલ્લામાં પ્રવેશ કર્યો છે. મહેસાણામાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ નોંધાયો છે. ૪૭ વર્ષના અબ્દુલ હમીદ વોરા કોરોનાનો શિકાર બન્યા છે.

મહેસાણાના આરોગ્ય વિભાગના મતે આ દર્દી અમદાવાદમાં કાલુપુર સ્થિત તબલીગી મરક્ઝ પર ગયા હતા ત્યાં કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ તબ લીગી દર્દીના પરિવારના સભ્યો કડી માં રહે છે તમનું મેડિકલ તપાસ કરાતા તેમને કોરોનાના કોઈ લક્ષણો નથી. મહેસાણા આરોગ્ય વિભાગે રાજ્ય આરોગ્ય વિભાગને એવી ભલામણ કરી છે કે, દર્દી અમદાવામાં જ સારવાર હેઠળ છે.એટલે કે તે દર્દીને મહેસાણા સાથે કોઈ કનેક્શન નથી માટે મહેસાણા નો કેસ ગણવામાં આવે નહિ.

Share: