કોરોના વાયરસ સામેની જંગમાં અભિનેતા અર્જુન કપૂરે આપ્યું દાન

April 06, 2020
 172
કોરોના વાયરસ સામેની જંગમાં અભિનેતા અર્જુન કપૂરે આપ્યું દાન

કોરોના વાયરસ સામેની જંગમાં ઘણા બોલીવુડ સ્ટાર્સ સામે આવી ચુક્યા છે અને તેમને દિલ ખોલીને દાન કર્યું છે. એવામાં હવે બોલીવુડ અભિનેતા અર્જુન કપૂરે પણ લોકોની મદદ કરવા માટે પોતાના હાથ આગળ વધાર્યા છે. આ વાતની જાણકારી અર્જુન કપરે પોતાના સોશિયલ એકાઉન્ટ પર એક ઓફીશીયલ લેટર શેર કરી આપી છે. તેમ છતાં તેમને પોતાની પોસ્ટમાં એ નથી કહ્યું કે, તેમણે પીએમ કેયર્સ ફંડમાં કેટલી રકમ આપી છે.

તમને જણાવી દઈએ કે, અર્જુન કપૂરે પોતાની પોસ્ટમાં આ વાત મેન્શન કરી છે કે, તે પીએમ અને સીએમ રાહત ફંડ સિવાય પાંચ અન્ય સંસ્થાઓને ડોનેશન આપ્યું છે. હવે અર્જુન કપૂરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. લોકો તેમની પોસ્ટ પર કમેન્ટ કરી તેમની પ્રશંસા કરી રહ્યા છે.

અર્જુને પોતાના ડોનેશનના સમાચાર આપતા લેટરમાં લખ્યું છે કે, “ભારત અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. અને દેશના એક જવાબદાર નાગરિક તરીકે આપણે આપણા ભારતીય ભાઈ-બહેનોની મદદ કરવી જોઈએ. હું લોકોની મદદ માટે પોતાની તરફથી સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યો છુ કે, અમુક સ્થાન પર યોગદાન આપી શકું. એટલા માટે મેં પીએમ કેયર્સ ફંડ, મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રાહત ફંડ, ગીવ ઇન્ડિયા, ધ વિશિંગ ફેક્ટરી, ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા ઈને એમ્પોઈઝમાં ડોનેટ કરી રહ્યો છુ. તેથી હું લોકોને અપીલ કરું છુ કે, આગળ આવો અને પોતાના હિસાબથી લોકોને મદદ કરો.”

Share: