હવે તમને ફોનનું સ્ટોરેજ સ્ટેટસ બતાવશે ગૂગલ પ્લે સ્ટોર

January 16, 2019
 1010
હવે તમને ફોનનું સ્ટોરેજ સ્ટેટસ બતાવશે ગૂગલ પ્લે સ્ટોર

ગૂગલ પ્લે સ્ટોર સ્માર્ટફોનમાં એપ્સ ડાઉનલોડ કરવાનો સૌથી મોટો રસ્તો છે. જાણકારી મુજબ, ગૂગલ પ્લેએ એક નવું ફિચર શરુ કર્યું છે જેનાથી યુઝર્સને પોતાના ફોનના સ્ટોરેજ સ્ટેટસની જાણકારી પણ મળશે. આ ફીચરને સૌથી પહેલા એક રેડિટ યુઝર્સે સ્પોટ કર્યું હતું. યુઝર્સને કોઈ પણ રીતનું કન્ફયુઝન થયો નહોતું, તેના માટે ગૂગલે તેમાં એક ઈન્ડીકેટર આપ્યું છે કે, જે ફોનના સ્ટોરેજ સ્ટેટસને દેખાડે છે. તેની સાથે જ ગૂગલે યુઝર્સની સિક્યોરીટીને ધ્યાનમાં રાખતા પ્લે સ્ટોરથી મોટી સંખ્યામાં ફેક એપ્સ પણ દુર કરી દીધી છે.

કેવી રીતે કરી શકો છો યુઝ

આ સુવિધાનો ઉપયોગ કરવા માટે, Google Paly Store એપ્લિકેશન ખોલવી અને પોતાના ફોનના સ્ટોરેઝ સ્ટેટસની જાણકારી પ્રાપ્ત કરવા માટે MY apps & games સેક્સન અને પછી tab installed પર જવું. તેમાં તમે જાણી શકશો કે, તેમા સ્ટોરેજ સ્પેસ કેટલો ઉપલબ્ધ છે અને એપ્સને રિમુવ કરવાનું બતાવવામાં આવ્યું છે, ત્યાંથી તમે તેને દુર કરી શકશો. તમારે બસ સ્ટોરેજ સ્ટેટસ બાર ટેપ કરવું પડશે અને પછી તમારે ફ્રી અપ સ્પેસ વિંડોમાં જઈને કોઈ પણ એપને અનઇન્સ્ટોલ કરી શકો છો.

ગૂગલે દુર કરી છે ૮૫ એડવેર એપ્સ

સિક્યોરીટી રિસર્ચર્સની એક રિપોર્ટ અનુસાર, ગૂગલે ટ્રેંડ પ્લે સ્ટોરથી ૮૫ એડવેર પ્રભાવિત એપ દુર કરી દીધી છે. એડવેર પ્રભાવિત એપ્સમાં ગેમ, ઓનલાઈન ટેલીવિઝન અને રિમોટ કંટ્રોલ એપ સામેલ છે. ટ્રેંડ માઈક્રો અનુસાર આ એપ ફૂલ સ્ક્રીન એડ દેખાડવી અને યુઝર્સની ડિવાઈઝની સ્ક્રીન અનલોકીંગ કેપીસીટીની દેખરેખમાં રાખવામાં સક્ષમ હતી.

૮૫ ફેક એપ ૯ મીલીયન વખત ડાઉનલોડ થઈ

ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં ૮૫ ફેક એપ્સ કુલ ૯ મીલીયન વખત ડાઉનલોડ કરવામાં આવી છે. ગૂગલે પ્લે સ્ટોરથી આ ખોટી એપ્સને દુર કરી દીધી છે. આ જાણકારી ટ્રેંડ માઈક્રોએ પોતાના બ્લોંગમાં આપી છે. ૮૫ એડવેર-લોડેડ એપમાંથી સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવનારી એપ ટીવી ઇજી યુનિવર્સલ ટીવી રિમોટ છે, જેને ૫ મીલીયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

Share: