વોડાફોનના આ રિચાર્જ પર પ્રીપેડ યુઝર્સને મળશે ૧૦૦ ટકા કેશબેક

November 20, 2018
 725
વોડાફોનના આ રિચાર્જ પર પ્રીપેડ યુઝર્સને મળશે ૧૦૦ ટકા કેશબેક

ટેલીકોમ કંપની વોડાફોને પોતાના પ્રીપેડ યુઝર્સ માટે ૧૦૦ ટકા કેશબેકની ઓફર જાહેર કરી છે. આ કેશબેક ઓફર ૩૯૯ રૂપિયા, ૪૫૮ રૂપિયા અને ૫૦૯ રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પર ઉપલબ્ધ છે. તેમ છતાં આ કેશબેક ઓફર માત્ર અમુક સર્કલ્સમાં જ ઉપલબ્ધ છે. જેમાં ૫૦૯ રૂપિયા વાળા પ્રીપેડ રિચાર્જ પર કેશબેક ઓફર ચેન્નાઈ સર્કલમાં જ નથી. જયારે હિમાચલ પ્રદેશમાં ૫૦૯ રૂપિયા અને ૩૯૯ રૂપિયા વાળા પ્રીપેડ રિચાર્જ પર કેશબેક ઓફર આપવામાં આવી રહી નથી.

કેશબેક

વોડાફોનની આ કેશબેક ઓફરના આધારે ૩૯૯ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાન પર ૫૦ રૂપિયાના ૮ વાઉચર્સ જયારે ૪૫૮ રૂપિયા અને ૫૦૯ રૂપિયાના રિચાર્જ પર ક્રમશ: ૯ અને ૧૦ વાઉચર મળશે. યુઝર્સ માય વોડાફોન એપને ખોલી કેશબેક ઓફર ચેક કરી શકીએ છીએ.

તમને જણાવી દઈએ કે, આ સમયે યુઝર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે લગભગ બધી ટેલીકોમ કંપનીઓ નવી-નવી ઓફર્સ પ્રસ્તુત કરી રહી છે. એવામાં જોવાનું રહેશે કે, વોડાફોનની આ નવી ઓફરથી તે માર્કેટથી કેવો રિસ્પોન્સ મળશે.

 

Share: