બીએસએનએલના આ પ્લાનમાં દરરોજ મળશે ૩.૨૧ જીબી ડેટા

January 17, 2019
 1008
બીએસએનએલના આ પ્લાનમાં દરરોજ મળશે ૩.૨૧ જીબી ડેટા

ટેલીકોમ સેક્ટરમાં ધમાકો કરતા બીએસએનએલે પ્રતિદિવસ ૩.૨૧ જીબી ડેટાની સાથે ૩૯૯ રૂપિયાનો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનનો મુકાબલો જિયોના ૩૪૯ રૂપિયા વાળા પેકથી થશે, જેમાં યુઝર્સને પ્રતિદિવસ ૧.૫ જીબી ડેટા મળશે. બીએસએનએલનો આ રિચાર્જ પ્લાન દેશભરમાં માન્ય છે. આ પ્લાનમાં ગ્રાહકોને ૭૪ દિવસની વેલીડીટી મળશે. તમને જણાવી દઈએ કે, પહેલા ૩૯૯ રૂપિયા વાળા રિચાર્જ પ્લાનમાં યુઝર્સને દરરોજ ૧ જીબી ડેટા મળતો હતો. પરંતુ કંપની હવે પોતાના એડીશનલ ડેટા ઓફર હેઠળ આ પ્લાન પર દરરોજ ૩.૨૧ જીબી ડેટા ઓફર કરી રહી છે.

પ્લાન ડીટેલ્સ

આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં ડેટા સિવાય ગ્રાહકોને અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા મળશે. ગ્રાહક દરરોજ ૧૦૦ એસએમએસ મોકલી શકશે. આ રિચાર્જ પ્લાન ૨૬ ઓગસ્ટ ૨૦૧૮ થી પ્રભાવી છે. આ રિચાર્જ પ્લાનમાં ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ સુધી દરરોજ ૩.૨૧ ડેટા મળશે.

તમને જણાવી દઈએ કે, બીએસએનએલે તાજેતરમાં ૩૬૫ દિવસની વેલીડીટી સાથે ૧૩૧૨ રૂપિયાનો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો હતો. આ પ્લાન વર્ષ સુધી ચાલશે અને તેમાં યુઝર્સને ૫ જીબી ડેટા મળશે. જયારે બીએસએનએલના આ પેકની સાથે અનલીમીટેડ વોઈસ કોલની સુવિધા દિલ્હી અને મુંબઈમાં પણ ઉપલબ્ધ છે. આ બીએસએનએલના અન્ય સ્પેશલ ટેરીફ વાઉચરથી અલગ છે. 

Share: