બીએસએનએલે લોન્ચ કર્યો ભારત ફાઈબર, ૧ રૂપિયામાં મળશે ૧ જીબી ડેટા

January 19, 2019
 970
બીએસએનએલે લોન્ચ કર્યો ભારત ફાઈબર, ૧ રૂપિયામાં મળશે ૧ જીબી ડેટા

બીએસએનએલે સુપર ફાસ્ટ ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી પોતાના ફાઈબર ટુ ધ હોમ ટેકનોલોજીને અપગ્રેડ કરી ‘ભારત ફાઈબર’ લોન્ચ કર્યું હતું. ભારત ફાઈબર સંપૂર્ણ પરિવારને દેતા અને વાઈફાઈ કનેક્ટિવિટી પૂરી પાડશે. આ પ્લાનમાં કંપની યુઝર્સને ૩૫ જીબી ડેટા પ્રતિદિવસ ઓફર કરી રહ્યું છે. બીએસએનએલની આ સર્વિસમાં યુઝર્સને ૧.૧ રૂપિયા પ્રતિ જીબી ખર્ચ આવશે. માનવામાં આવી રહ્યું છે કે, આ નવા પ્લાનનો મુકાબલો જિયો ગીગાફાઈબરથી થશે.બુકિંગ

કંપનીએ આ સર્વિસ માટે બુકિંગ પોતાના ઓનલાઈન પોર્ટલથી શરૂ કરી છે. CFA ના ડાયરેક્ટર વિવેક બંસલે જણાવ્યું છે કે, “અમને એ બાતનો ખ્યાલ છે કે, વર્તમાન સમયમાં લોકો સુપરફાસ્ટ ઈન્ટરનેટની માંગ કરી રહ્યા છે. હવે લોકોની પાસે પહેલાથી વધુ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ છે. અમે ભારત ફાઈબર સર્વિસની લોન્ચિંગની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે. આ એક અફોર્ડેબલ સર્વિસ છે તેની સાથે આ યુઝર્સની ડેટા માંગ પૂરી કરી શકશે.

તેની સાથે જ બંસલે આ તક પર કહ્યું ‘અમારી ટેકનીક દેશની સૌથી શાનદાર સર્વિસમાંથી એક છે અને તેના આધારે આપને ડીઝીટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માંગે છે. તેમને આગળ જણાવ્યું છે કે, બીએસએનએલે પોતાના બિલિંગ સિસ્ટમમાં પારદર્શિતા જાળવી રાખી છે. અમે યુઝર્સ માટે સતત સુરક્ષા માટે સતર્ક રાખીએ છીએ. તેમને જણાવ્યું છે કે, “ગ્રાહકની સંતુષ્ટિ અને લોયલ્ટી જ અમારી થીમ રહી જેના આધારે અમે કામ કરીએ છીએ જેનું રિઝલ્ટ હવે અમે જોઈ રહ્યા છીએ.

Share: