જિયોને ટક્કર આપી રહ્યો છે આઈડિયાનો આ સસ્તો પ્લાન

November 21, 2018
 658
જિયોને ટક્કર આપી રહ્યો છે આઈડિયાનો આ સસ્તો પ્લાન

ટેલીકોમ સેક્ટરમાં યુઝર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે આઈડિયાએ પ્રીપેડ ગ્રાહકો માટે એક નવો પ્લાન પ્રસ્તુત કર્યો છે. ૫૬ દિવસની વેલીડીટી વાળા આ પ્લાનમાં યુઝર્સને ૨જીબી ૨જી/૩જી/૪જી ડેટા, અનલિમિટેડ વોઈસ કોલ અને પ્રતિદિવસ ૧૦૦ એસએમએસ મળશે. જયારે આ પ્લાનની કિંમત ૧૮૯ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે, આ પ્લાન માત્ર કેટલાક સર્કલોમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, આ નવા પ્લાનનો મુકાબલો જિયોના ૧૯૮ રૂપિયા વાળા પ્લાનથી થશે.

પ્લાન ડીટેલ્સ

આઈડિયાએ આ ૧૮૯ રૂપિયા વાળા પ્લાનથી વોઈસ કરનાર યુઝર્સને ટાર્ગેટ કર્યા છે. આ પ્લાનમાં અનલીમીટેડ વોઈસ કોલિંગની સુવિધા છે. તેમ છતાં તેમાં પણ શરત એ છે કે, ગ્રાહક પ્રતિદિવસ કુલ ૨૫૦ મિનીટ્સ અથવા અઠવાડિયામાં ૧૦૦ મિનીટ્સ જ ફ્રી કોલ કરી શકશે. તેના સિવાય, ૫૬ દિવસની વેલીડીટી દરમિયાન યુઝર્સ માટે ૧૦૦ અલગ-અલગ નંબર્સ પર જ ફ્રી કોલ કરી શકે છે. તેના સિવાય ૨જીબી ૨જી/૩જી/૪જી ડેટા કુલ ૫૬ દિવસ માટે મળશે.

જિયોથી મુકાબલો

રિલાયન્સ જિયો ૧૯૮ રૂપિયામાં ૨૮ દિવસની વેલીડીટી વાળા પ્લાન આપી રહ્યા છે. તેમ છતાં જિયો તેમાં ૨ જીબી ડેટા પણ દરરોજ આપી રહી છે પરંતુ એવા ગ્રાહકો માટે કંપનીની પાસે કોઈ પણ નથી જે માત્ર કોલિંગ માટે રિચાર્જ કરવા ઈચ્છે છે.

Share: