જિયોને ટક્કર આપવા એરટેલે લોન્ચ કર્યો આ ધમાકેદાર પ્લાન

January 22, 2019
 747
જિયોને ટક્કર આપવા એરટેલે લોન્ચ કર્યો આ ધમાકેદાર પ્લાન

ટેલીકોમ સેક્ટરમાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એરટેલે ૧૬૯૯ રૂપિયાની કિંમતમાં એનુએલ પ્લાન લોન્ચ કર્યું છે. એરટેલના આ પ્લાનમાં કોલિંગ માટે કોઈ FUP લીમીટ નથી. કંપનીએ આ પ્લાનને હજુ હિમાચલ પ્રદેશ સર્કલમાં લોન્ચ કર્યો છે અને જલ્દી જ આ બાકી સર્કલ્સમાં લોન્ચ કરશે. તમને જણાવી દઈએ કે, એરટેલના આ નવા પ્લાનનો મુકાબલો જિયોબ એનુઅલ પ્લાનથી થશે જેની કિંમત ૧૬૯૯ રૂપિયા છે.

પ્લાન ડીટેલ્સ

એરટેલના આ પ્લાનમાં અનલીમીટેડ કોલિંગ, એસએમએમ બેનીફીટ્સ અને ૩૬૫ દિવસની વેલીડીટી મળે છે. આ પ્લાનમાં યુઝર્સને અનલીમીટેડ નેશનલ અને એસટીડી કોલિંગ મળે છે. કોલિંગ માટે કોઈ FUP લીમીટ રાખવામાં આવી નથી. ડેટા બેનીફીટ્સની વાત કરીએ તો એરટેલ આ પ્લાનમાં ૧ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. તેના સિવાય યુઝર્સ દરરોજ ૧૦૦ એસએમએસ દરરોજ મોકલી શકશે. પ્લાનમાં યુઝર્સ એરટેલ એપ દ્વ્રારા પ્રીમીયમ કંટેન્ટ એક્સસ કરી શકશે.

રિલાયન્સ જિયો ૧૬૯૯ રૂપિયા

જિયોના આ પ્લાનની વેલીડીટી ૩૬૫ દિવસની છે. આ એનુઅલ પ્લાનમાં તમને ૧.૫ જીબી ડેટા મળે છે. તેના સિવાય અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ સાથે ૧૦૦ એસએમએસ દરરોજ મળે છે. FUP લીમીટ ક્રોસ થયા બાદ સ્પીડ ઘટી ૬૪Kbps થઈ જશે.

Share: