જિયોએ પ્રસ્તુત કર્યા લાંબી વેલીડીટી વાળા આકર્ષક પ્લાન

January 24, 2019
 933
જિયોએ પ્રસ્તુત કર્યા લાંબી વેલીડીટી વાળા આકર્ષક પ્લાન

ગ્રાહકો માટે એકથી વધુ એક આકર્ષક ઓફર લાવનાર મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો હવે પોતાના ગ્રાહકો માટે લાંબી વિલીડીટીના ખાસ ટેરીફ પ્લાન લાવી છે. જેમાં જિયોફોન મોનસૂન હંગામા ઓફરના આધારે ૬ મહિના અને ૩ મહિનાના પ્લાનમાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. છ ,મહિનાના પ્લાન માટે ગ્રાહકને ૫૯૪ રૂપિયાની ચુકવણી કરવી પડશે અને તેની વેલીડીટી ૧૬૮ દિવસની હશે. આ અસીમિત ડેટા પ્લાન છે જેમાં ગ્રાહકને દરરોજ ૫૧૨ એમબી હાઈ સ્પીડ ૪જી ડેટા મળશે. ત્યાર બાદ પણ ગ્રાહકનો ડેટા તો ચાલતો રહેશે પરંતુ સ્પીડ ૬૪ કેબીપીએસ થઈ જશે.

બીજો પ્લાન

બીજો પ્લાન પણ છ મહિનાના પ્લાન જેવો જ છે. આ ૨૯૭ રૂપિયાનો છે જે ૮૪ દિવસની વેલીડીટી વાળો હશે. બંને પ્લાનમાં ગ્રાહકોને ફ્રી વોઈસ કોલિંગ, દરમહિને ૩૦૦ એસએમએસ અને જિયોની બધી એપ ફ્રી ઉપલબ્ધ હશે. જિયો ફોન ગાહ્કો માટે અત્યાર સુધી કોઈ પણ લાંબી વેલીડીટીનો પ્લાન ઉપલબ્ધ નહોતો. તમને જણાવી દઈએ કે, જિયો ફોન માટે લોન્ચ થયેલા આ બને પ્લાનને જિયોની વેબસાઈટ, માય જિયો એપ અને સ્ટોરથી રિચાર્જ કરાવી શકાશે. જયારે આ બંને પ્લાન ત્યારે કામ કરશે જયારે જિયોનું સિમ કાર્ડ જિયોના જિયો ફોન અથવા જિયો ફોન-૨ માં હશે.

કંપનીનું નિવેદન

કંપનીનું કહેવું છે કે, જ્યારથી જિયોફોન પર ફેસબુક, વ્હોટ્સએપ, યુટ્યુબ અને સોશિયલ મીડિયા એપની સુવિધા આપવામાં આવી છે ત્યારથી લાંબી વેલીડીટીના પ્લાનની જરૂરીયાત અનુભવાઈ રહી હતી. કંપની ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખી લાંબી વેલીડીટીના નવા પ્લાન લાવી છે. કંપનીને જિયો ફોન માટે જુના મહિનાના પ્લાનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

Share: