
ટેલીકોમ માર્કેટમાં યુઝર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે વોડાફોન-આઈડિયાએ ૨૪ રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. વોડાફોન આઈડિયા આ પ્લાનમાં ૧૦૦ ઓન નેટ નાઈટ કોલિંગ મિનીટ આપી રહ્યા છે જેનું ડયુરેશન ૧૧:૦૦ PMથી ૬:૦૦ AM સુધી છે. ઓન નેટ કોલિંગનો અર્થ છે કે, વોડાફોન યુઝર્સ વોડાફોન પર અને આઈડિયા યુઝર્સ માટે આઈડિયા પર તેનો બેનીફીટ ઉઠાવી શકશે. અન્ય કોલ્સ, લોકલ અને એસટીડી પર ૨.૫ પૈસા પ્રતિ સેકેંડ ચાર્જ લેવામાં આવશે. જ્યરે ડેટા માટે પ્રતિ ૧૦ કેબી, ૪ પૈસાનો ચાર્જ લેવામાં આવશે.
આ પ્લાન તે લોકો માટે છે જે પોતાના મોબાઈલ નંબરને ચાલુ રાખવા પોતાના એકાઉન્ટની વેલીડીટી વધારવા ઈચ્છે છે, તેમને કોલિંગ અને ડેટા બેનીફીટની જરૂરત નથી. આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની છે. આ પ્લાન વોડાફોન અને આઈડિયા સેલ્યુલર યુઝર્સ બંને માટે છે. આ એક ઓપન માર્કેટ પ્લાન છે જે બધા પ્રીપેડ સબ્સક્રાઈબર્સ માટે છે. વોડાફોન અને આઈડિયા બધા સર્કલથી આ પ્લાનને લઇ શકાશે.
તમને જણાવી દઈએ કે, એરટેલ, વોડાફોન-આઈડિયા અને ટાટા ડોકોમોએ ૩૫ રૂપિયાના રિચાર્જ પ્લાનની શરૂઆત કરી હતી. ત્યાર બાદ વોઇસ અને ડેટાની સુવિધા માટે એરટેલ અને ટાટાએ ૨૩ રૂપિયાનો પ્લાન લોન્ચ કરી દીધો છે.