બીએસએનએલે લોન્ચ કર્યો ૨૬૯ રૂપિયાનો રિચાર્જ પ્લાન

January 27, 2019
 907
બીએસએનએલે લોન્ચ કર્યો ૨૬૯ રૂપિયાનો રિચાર્જ પ્લાન

ટેલીકોમ કંપની બીએસએનએલે રિપબ્લિક ડે ૨૦૧૯ ની તક પર પોતાના યુઝર્સ માટે એક ખાસ પ્લાન પ્રસ્તુત કર્યો છે. આ પ્લાનની કિંમત ૨૬૯ રૂપિયા અને વેલીડીટી ૨૬ દિવસની છે. યુઝર્સને આ પ્લાનમાં દરરોજ ૨.૬ જીબી ડેટા આપવામાં આવશે. જયારે ડેટા સિવાય આ પ્લાનમાં યુઝર્સને કોલિંગ અને એસએમએસની પણ સુવિધા મળશે. આ પ્લાન ૨૬ જાન્યુઆરીથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

પ્લાન ડીટેલ્સ

આ પ્લાનના વિષેમાં વિસ્તારથી જાણીએ તો તેમાં યુઝર્સને ૨૬૦૦ મિનીટનો ટોકટાઈમ અને ૨૬૦ ફ્રી એસએમએસ મળશે. બીએસએનએલ દ્વ્રારા આ પ્લાન સીમિત સમય માટે ઉતરાવવામાં આવ્યો છે. આ પ્લાન ૨૬ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી જ ઉપલબ્ધ હશે અને બીએસએનએલનો નવો પ્લાન દેશભરમાં ઉપલબ્ધ રહેશે.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં બીએસએનએલે પોતાના ૯૯ રૂપિયા વાળા પ્રીપેડ પેકમાં થોડા ફેરફાર કર્યા હતા. આ પેકને પ્રીપેડ ગ્રાહકોને અનલીમીટેડ કોલનો ફાયદો આપવા માટે લાવવામાં આવ્યો હતો. હવે બીએસએનએલના આ રિચાર્જ પેકની વેલીડીટી ૨૪ દિવસની થઈ ગઈ છે.

Share: