જિયોએ લોન્ચ કરી દેશની પ્રથમ વોલ્ટી ઇન્ટરનેશનલ રોમિંગ સર્વિસ

November 22, 2018
 625

રિલાયન્સ જિયોએ દેશની પ્રથમ વોલતી વોલ્ટી ઇન્ટરનેશનલ રોમિંગ (ઇનબાઉન્ડ) સર્વિસને લોન્ચ કરી દીધી છે. જેના આધારે જાપાનથી ભારત આવનાર KDDI ટેલીકોમ કંપનીના ગ્રાહકોને રિલાયન્સ જિયો પોતાના નેટવર્ક પ્રદાન કરશે. આ સર્વિસ દ્વ્રારા જાપાનથી ભારત આવનારા યાત્રીઓને ઘણો ફાયદો મળશે.

વોલ્ટી ઇન્ટરનેશનલ રોમિંગ સર્વિસને શરૂ કરવા માટે જિયોએ જાપાનના મોબાઈલ નેટવર્ક પ્રોવાઈડર KDDI કોર્પોરેશનની સાથે હાથ મિલાવ્યો છે. રિલાયન્સ જિયોના માર્ક યાર્કોસ્કાઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, જિયો પોતાના યુઝર્સને ડેટા અને વોઈસની સૌથી શાનદાર સુવિધા આપવા માટે પ્રતિબદ્ધ છે, અમે જાપાનથી ભારતમાં આવનાર KDDI ગ્રાહકોને જિયો નેટવર્ક દ્વ્રારા સ્વાગત કરીએ છીએ. નવી સુવિધા દ્વ્રારા આંતરરાષ્ટ્રીય યાત્રીઓને ભારતમાં જિયોના વર્લ્ડ ક્લાસ નેટવર્કનો ફાયદો મળશે.

દેશનું સૌથી ઝડપી નેટવર્ક બન્યું જિયો

પ્રાપ્ત માહિતી મુજબ ટ્રાઈના માયસ્પીડ એપથી જાણ થઈ છે કે, રિલાયન્સ જિયો સતત ૨૦ મહિનાથી દેશનું સૌથી ઝડપી નેટવર્ક બન્યું રહેશે અને સપ્ટેમ્બરમાં તેની એવરજ ડાઉનલોડિંગ સ્પીડ ૨૦.૬ Mbps જોવા મળી છે.

 

Share: