મતદાન માટે જાગૃતિ લાવવા ફેસબુક અને ટ્વીટરે શરૂ કર્યું આ કેમ્પેન

January 28, 2019
 695
મતદાન માટે જાગૃતિ લાવવા ફેસબુક અને ટ્વીટરે શરૂ કર્યું આ કેમ્પેન

ભારતમાં આગામી મહિનાઓમાં લોકસભાની ચુંટણી થવાની છે અને યુથને વોટિંગ પ્રતિ જાગૃતતા લાવવા માટે સોશિયલ મીડિયા સાઈટ્સ તરફથી કેન્પેન ચલાવવામાં આવી રહ્યું છે. ફેસબુક અને ટ્વીટર પર યુથ વોટિંગ લઈને પ્રોત્સાહિત થાય એટલા માટે ૨૫ જાન્યુઆરીના વોટર્સ ડેથી આ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ટ્વીટર #Powerof18 હેશટેગ ચલાવ્યું, જેનો ઈરાદો યુથને પબ્લિક ડીબેટ્સમાં ભાગ લેવો અને વોટિંગ પ્રોસેસથી જોડાવવા માટે પ્રોત્સાહિત કરવાનું હતું.

ટ્વીટર ઇન્ડિયાની પબ્લિક પોલીસી હેડ મહિમા કૌલે આ વિશેમાં જણાવ્યું હતું કે, “અમે લોકસભા ચૂંટણી તરફ વધી રહ્યા છીએ અને ટ્વીત્ર યુથને એક સ્વસ્થ પ્લેટફોર્મ આપવા માટે પ્રતિબદ્ધ છે, જેના પર લોકતાંત્રિક ચર્ચા અને મુદ્દોથી જોડાયેલ વાતો થઈ શકે.” આ કેન્પેનમાં ઘણા મોટા પ્લેયર્સ પણ ભાગ લઇ રહ્યા છે. બીજી તરફ ફેસબુકે પણ આ બાબત પ્રત્યે પોતાના યુઝર્સથી પૂછ્યું હતું કે, શું તે વોટીંગ માટે રજિસ્ટર્ડ છે અને વોટિંગ લીસ્ટમાં તમારુ નામ વોટર્સ લિસ્ટમાં છે. ફેસબુકે યુઝર્સને આ શેર કરવાનું ઓપ્શન પણ આપી દીધું છે કે, તે વોટ કરવા માટે તૈયાર છે. ઘણા યુઝર્સને ‘Registered to vote’ સ્ટેટસ શેર પણ કર્યું છે.

જયારે. અહીં ‘Register Now’ નું બીજું ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. આ લિંક પર ક્લિક કરવા પર યુઝર્સ ચુંટણી કમિશનની સાઈટ નેવિગેટ કરી રહ્યા છે. અહીં જઈને જરૂરી ડોક્યુમેન્ટ્સ સબમિટ કરી વોટર આઈડી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે. તમને જણાવી દઈએ કે, ભારતમાં આ સમયે ફેસબુક અને ટ્વીટરમાં ભારે સંખ્યામાં યુઝર્સ રહેલા છે, એવામાં જોવાનું રહેશે કે, કંપની દ્વ્રારા ઉઠાવવામાં આવેલ આ પગલા કેટલા અસરકારક હોઈ શકે છે.

Share: