એરટેલે પોતાના કેટલાક પ્લાન્સમાં કર્યો મોટો ફેરફાર

January 31, 2019
 821
એરટેલે પોતાના કેટલાક પ્લાન્સમાં કર્યો મોટો ફેરફાર

ટેલીકોમ સેક્ટરમાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એરટેલે ૧૦૦ રૂપિયા અને ૫૦૦ રૂપિયા પ્લાન અપડેટ કર્યા છે. એરટેલના ૧૦૦ રૂપિયા વાળા પ્લાનની વાત કરીએ તો આ પ્લાનમાં તમને ૮૧.૭૫ રૂપિયાની ટોકટાઈમ મળશે અને આ પ્લાનમાં ૨૮ દિવસની આઉટગોઇંગની વેલીડીટી મળશે. જયારે ઇનકમિંગ કોલ્સની વેલીડીટી લાઈફટાઈમ હશે. જયારે ૫૦૦ રૂપિયા વાળા પ્લાનની વાત કરીએ તો આ પ્લાનમાં તમને ૪૨૦.૭૩ રૂપિયાનો ટોકટાઈમ મળશે.

તેની સાથે જ આ પ્લાનમાં આઉટગોઇંગની વેલીડીટી ૨૮ દિવસની જેમ ઇનકમિંગની વેલીડીટી લાઈફટાઈમ હશે. તમને જણાવી દઈએ કે, એરટેલના આ બંને પ્લાન પ્રી-પેડ ગ્રાહકો માટે છે. જયારે કંપનીએ આ બંને પ્લાન્સને પોતાની સાઈટ પર અપલોડ કરી દીધા છે, તેમ છતાં તે અત્યાર સુધી સ્પષ્ટ નથી કે, એરટેલના આ બંને પ્લાન બધા સર્કલ માટે છે અથવા નહીં. જો તમે એરટેલના ગ્રાહક છે તો તમે એરટેલની વેબસાઈટ અથવા માય જિયો એપમાં આ પ્લાનને જોઈ શકો છો.

તમને જણાવી દઈએ કે, એરટેલનો થોડા દિવસો પહેલા જ ૩૬૫ દિવસના માટે એક પ્રી-પેડ પ્લાન લોન્ચ કર્યો છે જેમાં ગ્રાહકોને બધા નેટવર્ક પર અનલીમીટેડ કોલિંગ સાથે દરરોજ ૧ જીબી ડેટા મળશે. એરટેલ સિવાય આ પ્લાનની કિંમત ૧૬૯૯ રૂપિયા છે. એવામાં જોવા રહેશે કે, આ નવા પ્લાનથી કંપનીને માર્કેટથી કેવો રિસ્પોન્સ મળશે.

 

Share: