બીએસએનએલે બમ્પર ઓફરની વેલીડીટીમાં કર્યો વધારો

November 23, 2018
 359
બીએસએનએલે બમ્પર ઓફરની વેલીડીટીમાં કર્યો વધારો

સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલે યુઝર્સને ભેટ આપતા પોતાની બમ્પર ઓફરની વેલીડીટીને જાન્યુઆરી ૨૦૧૯ સુધી વધારી દીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ ઓફોરને શાનદાર રિસ્પોન્સ મળ્યા બાદ બીએસએનએલે તેની વેલીડીટીને વધારી દીધી છે. તમને જણાવી દઈએ કે, આ ઓફરના આધારે યુઝર્સને વધારાનો ૨.૧ જીબી ડેટા મળશે, તેમ છતાં આ ઓફર માત્ર અમુક પ્લાન્સ માટે મર્યાદિત છે.

 

બીએસએનએલ બમ્પર ઓફર

પ્રાપ્ત માહિતી મુજબ, બીએસએનએલે વેલીડીટી વધારવાની સાથે ૧૬૯૯ રૂપિયા અને ૨૦૯૯ રૂપિયા વાળા બે પ્લાનને પણ બમ્પર ઓફરની સાથે જોડી દીધા છે. ૩૬૫ દિવસની વેલીડીટી વાળા ૧૬૯૯ રૂપિયા અને ૨૦૯૯ રૂપિયા પ્લાન ક્રમશ: પ્રતિદિવસ ૨ જીબી અને ૪ જીબી ડેટાની સાથે આવશે. હવે ૧૬૯૯ રૂપિયા વાળા પ્લાન લેનાર યુઝર્સને પ્રતિદિવસ ૪.૨૧ જીબી ડેટા અને જયારે ૨૦૯૯ રૂપિયા વાળા પ્લાન લેનાર યુઝર્સને ૬.૨૧ જીબી ડેટા પ્રતિદિવસ આપવામાં આવશે.

 

અન્ય પ્લાન્સ

તેના સિવાય યુઝર્સને પ્રતિદિવસ ૨.૧ જીબી ડેટાનો લાભ ૧૮૬ રૂપિયા, ૪૨૯ રૂપિયા, ૪૮૫ રૂપિયા, ૬૬૬ રૂપિયા અને ૯૯૯ રૂપિયા વાળા પ્લાન પર મળશે. જયારે વર્તમાન બીએસએનએલ યુઝર્સને વધારાના ડેટાના લાભ ૧૮૭ રૂપિયા, ૩૩૩ રૂપિયા, ૩૪૯ રૂપિયા, ૪૪૪ રૂપિયા અને ૪૪૮ રૂપિયા વાળા પ્લાનની સાથે મળશે.

Share: