માય જિયો એપમાં જોડાયું જિયો પ્રાઈમ ફ્રાઈડે સેક્શન, જાણો તેની ખાસિયત

February 01, 2019
 888
માય જિયો એપમાં જોડાયું જિયો પ્રાઈમ ફ્રાઈડે સેક્શન, જાણો તેની ખાસિયત

રિલાયન્સ જિયોએ પોતાની જિયો એપમાં જિયો પ્રાઈમ ફ્રાઈડે નામનું એક નવું સેક્શન જોડ્યું છે. તેમાં યુઝર્સને ઘણી શોપિંગ, ટ્રાવેલિંગ અને ફ્રૂડ વેબસાઈટ અથવા સર્વિસ દ્વ્રારા કૂપન, કોડ અથવા ડીલ્સ મળશે. તેમાં Paytm, ShopClues, McDonald’s, MakeMyTrip અને Oyo જેવી ઘણી સર્વિસ અને વેબસાઈટ સામેલ છે. તમને જણાવી દઈએ કે, રિલાયન્સ જિયો પોતાના માર્કેટમાં પ્રવેશ બાદથી ઘણા નવા પ્લાન અને ઓફર્સની પ્રસ્તુતી કરતી આવી રહી છે.

જિયો પ્રાઈમ ફ્રાઈડેની અંદર સૌથી સારી ઓફર Paytm માં મળી રહી છે. જેમાં યુઝર્સ Paytm ના દ્વ્રારા ફ્લાઈટ ટીકીટમાં ૧૦૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરી શકશો. આ કેશબેક ઓફરને યુઝર્સને માત્ર એક વખત જ યુઝ કરી શકો છો. આ કેશબેક ઓફરને મેળવવા માટે મિનિમમ બુકિંગ વેલ્યુ ૩૦૦૦ રૂપિયા હોવી જોઈએ અને આ ઓફર ૩૧ માર્ચ સુધી વેલીડ રહેશે.

તેના સિવાય MyJio’s Prime Fridays સેક્શનમાં Shopclues તરફથી પણ કેશબેક ઓફર આવી રહી છે, જેમાં યુઝર્સને ઓછામાં ઓછી ૪૯૯ અથવા તેના ઉપરની શોપિંગ પર ૧૦૦ રૂપિયાનું કેશબેક મળશે. આ સેક્શનમાં Oyo પણ દિલ કરી પ્રસ્તુત કરી રહ્યા છે, જેમાં યુઝર્સ ‘OYOWIZARDJIOPRIME’ કુપન કોડનો યુઝ કરી OYO Wizard મેમ્બરશિપમાં ૭૫ રૂપિયાનું ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરી શકશે. તમને જણાવી દઈએ કે, પોતાના સસ્તા પ્લાન્સના કારણે ટેલીકોમ માર્કેટ જિયોએ પોતાની એક અલગ ઓળખાણ બનાવી દીધી છે. એવામાં જોવાનું રહેશે કે, આ નવા સેક્શનને એપમાં સામેલ કર્યા બાદ કંપનીને માર્કેટથી કેવો રિસ્પોન્સ મળશે.

Share: