યુઝર્સનો ડેટા ૫જી નેટવર્ક પર થઈ શકે છે હેક

February 26, 2019
 1222
યુઝર્સનો ડેટા ૫જી નેટવર્ક પર થઈ શકે છે હેક

સેમસંગ, હ્યુઆવેઇ જેવી કંપનીઓ આ વર્ષે પોતાના ૫જી નેટવર્કને સપોર્ટ કરનાર સ્માર્ટફોન્સને લોન્ચ કરવાની છે અને ૨૪ ફ્રેબુઅરીએ કેટલાક ૫જી ફોન્સને પ્રસ્તુત પણ કરવામાં આવી શકે છે. તેમ છતાં ૫જી નેટવર્કને લઈને જેટલી ઉત્સુકતા છે તેનાથી વધુ ચિંતા રિસર્ચર્સને તેની સુરક્ષાને લઈને છે. રિસર્ચર્સનું માનવું છે કે, ૫જી નેટવર્કના આવવાથી યુઝર્સના ડેટાને હેકર્સ સરળતાથી હેક કરી શકે છે.

રિસર્ચર્સનું નિવેદન

ટેક્નિકલ યુનિવર્સીટી ઓફર બર્લિન, ઇટીએચ જ્યુરીક અને નોરવેના સિનટેફ ડીઝીટલ દ્વ્રારા જાહેર કરવામાં આવેલ રિચર્સ પેપરમાં ૫જી નેટવર્ક પર યુઝર્સની પ્રાઈવેસીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. રિચર્સમાં બતાવવામાં આવ્યું છે કે, ૫જી નેટવર્ક પર ફોન સુરક્ષિત તરીકે સેલ્યુલર નેટવર્કથી કનેક્ટ કરી શકશે નહીં.

૫જી એરવેવ્સ થી હેક

હેકર્સ યુઝર્સને ડેટાને ૫જી એરવેવ્સથી સરળતાથી હેક કરી શકે છે અને તેમના ફોનની ઘણી જરૂરી અને પર્સનલ ઇન્ફર્મેશનને એક્સેસ કરી શકે છે. રિસર્ચર્સે આ સિક્યોરીટી ટેસ્ટને વર્તમાન ૪જી નેટવર્ક પર કર્યું છે અને તેમનું કહેવું છે કે, ૫જી નેટવર્કના આવ્યા બાદ હેકિંગની બાબત ઘણી વધી છે.

Share: