વોડાફોને પોતાના આ બે પ્લાન્સમાં કર્યો મોટો ફેરફાર

February 04, 2019
 905
વોડાફોને પોતાના આ બે પ્લાન્સમાં કર્યો મોટો ફેરફાર

લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે વોડાફોને પોતાના ૨૦૯ અને ૪૭૯ રૂપિયાના અનલીમીટેડ પ્લાન્સને રિવાઈઝ કર્યો છે. જેમાં યુઝર્સને પહેલા કરતા વધુ ડેટા આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ કંપનીના ૨૦૯ રૂપિયાના પ્લાનમાં પહેલા ૧.૫ જીબી ડેટા સાથે છે અનલીમીટેડ લોકલ અને એસટીડી કોલિંગ મળતી હતી. જયારે હવે આ પ્લાનમાં ૧.૬ જીબી ડેટા દરરોજ મળશે. એટલે હવે આ પ્લાનમાં ૧૦૦ એમબી વધુ ડેટા દરરોજ મળશે.

તેના સિવાય ૪૭૯ રૂપિયાના પ્લાનમાં પહેલા જ્યાં અનલિમિટેડ લોકલ કોલિંગના સાથે ૧.૫ જીબી ડેટા મળતો હતો. જયારે હવે આ પ્લાનમાં પણ ૧૦૦ એમબી વધુ ડેટા દરરોજ મળશે. જોક આ પ્લાનની વેલીડીટી ૮૪ દિવસ છે એટલે આ પ્લાનમાં ૮.૪ જીબી વધુ ડેટા મળશે. તમને જણાવી દઈએ કે, આ અગાઉ વોડાફોને એક વર્ષનો પ્લાન પણ લોન્ચ કર્યો હતો જેની કિંમત ૧૬૯૯ રૂપિયા છે.

આ સમય ટેલીકોમ માર્કેટમાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે લગભગ બધી કંપનીઓ પોતાના નવા-નવા પ્લાન્સને પ્રસ્તુત કર્યા છે, એવામાં જોવાનું રહેશે કે, આ નવા પ્લાનથી કંપનીને માર્કેટથી કેવો રિસ્પોન્સ મળશે.

Share: