આ કંપની દરરોજ આપી રહી છે ૪૦ જીબી હાઈ સ્પીડ ડેટા

February 06, 2019
 887
આ કંપની દરરોજ આપી રહી છે ૪૦ જીબી હાઈ સ્પીડ ડેટા

ટેલીકોમ માર્કેટમાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે બીએસએનએલે શાનદાર બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે. આ નવા બ્રોડબેન્ડ પ્લાનમાં યુઝર્સને દરરોજ ૪૦ જીબી ડેટા ૧૦૦ એમબીપીએસની સ્પીડ મળશે. બીએસએનએલે આ પ્લાનની કિંમત ૨૪૯૯ રૂપિયા છે.

પ્લાન ડીટેલ્સ

બીએસએનએલના આ નવા પ્લાનમાં ૧ જીબી સ્ટોરેજની સાથે ફ્રી ઈ-મેલ આઈડી અને અનલીમીટેડ કોલિંગ મળી રહી છે. જયારે ૪૦ જીબી ડેટા સમાપ્ત થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ૨ એમબીપીએસ થઈ જશે. તમને જણાવી દઈએ કે, બીએસએનએલના ફાઈબર-ટુ-ધ-હોમ સર્વિસ ‘ભારત ફાઈબર’ ના આધારે ગ્રાહકોને દરરોજ ૩૫ જીબી ડેટા મળશે અને આ પ્લાનના આધારે કિંમત પ્રતિ જીબી ૧.૧ રૂપિયા હશે.

તમને જણાવી દઈએ કે, આ સમયે લગભગ બધી ટેલીકોમ કંપનીઓ લોકોને પોતાની તરફ જોડાવા અને જિયોની ગીગાફાઈબર સર્વિસને ટક્કર આપવા માટે નવા-નવા પ્લાન પ્રસ્તુત કરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, બીએસએનએલે ૨.૨ જીબી ફ્રી ડેલી ડેટા ઓફરને વધારી ૩૦ એપ્રિલ સુધી કરી નાખી છે. આ અગાઉ આ ઓફરની સમયસીમા ૩૧ જાન્યુઆરી હતી. જયારે પહેલા બીએસએનએલ ૨.૨ જીબી ફ્રી ડેલી ડેટા ઓફરને ૧૧ પ્રીપેડ પ્લાન માટે પ્રસ્તુત કર્યો હતો. જયારે હવે કંપનીએ આ ઓફરમાં ૧૬૯૯ રૂપિયા અને ૨૦૯૯ રૂપિયા વાળા પ્લાનને પણ સામેલ કરી લીધો છે.

જયારે આ અગાઉ ૨.૨ જીબી ફ્રી ડેલી ડેટા ઓફર ૧૮૬,  ૪૨૯, ૪૮૫, ૬૬૬ અને ૯૯૯ રૂપિયા વાળા પ્રીપેડ મોબાઈલ રિચાર્જ અને ૧૮૭, ૩૩૩, ૩૪૯, ૪૪૪, ૪૪૮, ૧૬૯૯ અને ૨૦૯૯ રૂપિયા વાળા એસટીવી પ્લાનમાં ઓફર કરવામાં આવી રહ્યો હતો. બીએસએનએલ આ પ્લાનમાં બેનિફિટસ સિવાય ડેલી ૨.૨ જીબી ડેટા આપી રહ્યું છે. બીએસએનએલની આ ઓફર કેરલાને છોડી ૧૯ સર્કલોમાં રહેલી છે.  તમને જણાવી દઈએ કે, આ અગાઉ બીએસએનએલે ૭૦ માં રિપબ્લિક ડે પર સ્પેશલ પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો હતો. કંપનીએ ૨૬૯ રૂપિયાનો પ્રીપેડ કોમ્બો એસટીવી પ્રસ્તુત કર્યો હતો, જે પ્લાન ૩૧ જાન્યુઆરી સુધી જ માન્ય હતો. આ પ્લાનમાં ૨૬૦૦ લોકલ અને નેશનલ કોલિંગ મિનીટ અને ૨.૬ જીબી ૨જી / ૩જી ડેટા આપવામાં આવી રહ્યો હતો. એવામાં જોવાનું રહેશે કે, કંપની દ્વ્રારા ઉઠાવવામાં આવેલ આ પગલાથી કેટલો ફાયદો મળી શકશે. 

Share: