ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપના ઘણા ફિચર્સ તમારા માટે ફાયદાકારક હોય છે તો ઘણા ફીચર તમારી મારે મુશ્કેલીનું કારણ બની શકે છે. વોટ્સએપમાં એક નવું ફિચર આવી રહ્યું છે જેના હેઠળ તમે નોટીફિકેશન પેનલમાં જ વિડીયો પ્રિવ્યુ જોઈ શકશો. અત્યારે તમારી પાસે કોઈ વિડીયો મોકલે છે તો નોટિફિકેશનમાં વિડીયો સ્નેપશોટ દેખાય છે. WAbetainfo ના એક રિપોર્ટ પ્રમાણે આ ફીચર iOS યુઝર્સ માટે અને જેની પાસે 2.18.102.5 વર્ઝન ઇન્સ્ટોલ છે તે તેને યુઝ કરી શકે છે. જો કે, આ બીટા ટેસ્ટીંગમાં છે તે કારણે આ ફીચર બધાની પાસે નથી પહોચ્યું. બહુ જલ્દી અપડેટ પછી આ ફિચર બધા iOS યુઝર્સને આપવામાં આવશે.
વોટ્સએપના આ નવા અપડેશન બાદ ઘણા લોકોને સમય સમય પર શર્મિંદા થવું પડી શકે છે. ઘણીવાર તમારી પાસે પર્સનલ અને સંવેદનશીલ વિડીયો કોન્ટેક્ટ મોકલવામાં આવે છે જેને તમે કોઈની સાથે શેયર કરવા માંગતા નથી પરંતુ આ ફીચર પછી નોટીફિકેશન પેનલમાં જ તે વિડીયો થોડા સમય માટે પ્રિવ્યુ તરીકે પ્લે થશે. ત્યાં સુધી કે જો તમે નોટીફિકેશન ઓન રાખ્યું છે લોક સ્ક્રીન પર પણ ટેપ કરી વિડીયો પ્રિવ્યુ જોઈ શકાશે. તમે ઈચ્છો તો સેટિંગ્સમાંથી આ ફીચર રેસ્ટ્રીક્ટ કરી શકો છે જેથી નોટીફિકેશનમાં વિડીયો પ્રિવ્યુ ના થાય. આ સિવાય વોટ્સએપમાં ઓટો ડાઉનલોડ ડિસેબલ કરવાનો પણ ઓપ્શન છે જે યુઝ કરી શકો છો. કંપનીએ અત્યારે એ નથી જણાવ્યું કે, આ ક્યાં સુધી બધા યુઝર્સને આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વોટ્સએપે ઓફિશિયલ iOS બીટા પ્રોગ્રામની શરૂઆત કરી છે. તેની પહેલા આ ઓપ્શન ફક્ત એન્ડ્રોઇડ માટે હતા.