ક્રિપ્ટોકરન્સીના સીઈઓનું નિધન, પાસવર્ડ ના મળતા લોકોના ફસાયા ૧૩૦૦ કરોડ

February 07, 2019
 924
ક્રિપ્ટોકરન્સીના સીઈઓનું નિધન, પાસવર્ડ ના મળતા લોકોના ફસાયા ૧૩૦૦ કરોડ

ક્રિપ્ટોકરન્સી કંપની ક્વાડીગ્રા સીએક્સના સીઈઓ જેરાલ્ડ કોટનનું ભારતમાં બીમારીના કારણે અવસાન થઈ ગયું છે. કોટનના અવસાન બાદ રોકાણકારોને તે સમયે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેમને જાણ થઈ કે, તેમની પાસે માત્ર ૧૯૦ મીલીયન ડોલર એટલે ૧૩૦૦ કરોડ રૂપિયા ક્રિપ્ટોકરન્સીને એક્સેસ કરવાનો પાસવર્ડ હતો. હવે ગાહક પોતાના એકાઉન્ટને એક્સેસ નથી કરી શકતા. 

ગયા અઠવાડિયે જયારે ક્વાડીગ્રાએ કેનાડાની કોર્ટમાં ક્રેડીટ પ્રોટેક્શનની અરજી દાખલ કરી તો ક્રિપ્ટોકરન્સી લોક હોવાની જાણકારી સામે આવી હતી. વાસ્તવમાં, જેરાલ્ડનું લેપટોપ, ઈમેલ એડ્રેસ અને મેસેજિંગ સિસ્ટમ બધું એન્ક્રિપ્ટેડ છે. તેના સિવાય પાસવર્ડની અને કોઈને જાણકારી પણ નથી. બધા ફંડ્સ તે એકલા જ હેન્ડલ કરતા હતા.

ક્વાડીગ્રા દ્વ્રારા બિટકોઈન, લાઈટકોઈન અને ઈથ્રીરિયમ કોઈન જેવી ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગમાં કરી શકાય છે. તેના લોક હોવાથી ૧.૧૫ લાખ યુઝર્સ પર અસર પડી છે. કંપનીના ૩.૬૩ લાખ રજીસ્ટર્ડ યુઝર્સ છે.

કંપનીના સોશિયલ મીડિયા પેઝના માધ્યમથી બતાવવામાં આવ્યું છે કે, જેરાલ્ડ ભારતના પ્રવાસ પર હતા આ દરમિયાન ૯ ડીસેમ્બર ૨૦૧૯ ના તેમનું અવસાન થયું હતું. એ પણ જણાવવામાં આવ્યું છે કે, તે ભારતમાં અનાથ બાળકો માટે એક અનાથ આશ્રમ ખોલવાના હતા.

જેરાલ્ડની પત્ની જેનિફરે જણાવ્યું છે કે, તે કોટેનના બિઝેનસમાં સામેલ નહોતી. એટલા માટે, તેમને પાસવર્ડ અને રિકવરી-કીના વિશેમાં જાણ નથી. જેનિફરનું કહેવું છે કે, ઘરમાં ઘણી શોધખોળ કર્યા બાદ પાસવર્ડ કહી લખેલો જોવા મળ્યો નથી. 

Share: