૩૬૫ દિવસની વેલીડીટી વાળો વોડાફોને પ્રસ્તુત કર્યો નવો પ્લાન

February 08, 2019
 871
૩૬૫ દિવસની વેલીડીટી વાળો વોડાફોને પ્રસ્તુત કર્યો નવો પ્લાન

ટેલીકોમ માર્કેટમાં યુઝર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે વોડાફોને ૧૯૯૯ રૂપિયાનો નવો પ્રીપેડ રિચાર્જ પ્લાન પ્રસ્તુત કર્યો છે. આ પેકમાં યુઝર્સને ૩૬૫ દિવસ માટે દરરોજ ડેટા, કોલિંગ અને એસએમએસની સુવિધા મળશે. માનવામાં આવી રહ્યું છે કે, આ પ્લાનનો મુકાબલો એરટેલ અને રિલાયન્સ જિયોથી થશે.

વોડાફોન ૧૯૯૯ રૂપિયા

બતાવવામાં આવી રહ્યું છે કે, ૧૯૯૯ રૂપિયા વાળા પ્રીપેડ રિચાર્જ પેકમાં યુઝર્સ દરરોજ ૧.૫ જીબી/૩જી ડેટા મળશે. એટલે વોડાફોનના સબ્સ્ક્રાઇબર્સ કુલ ૫૪૭.૫ જીબી ડેટા મેળવશે. ડેટા સિવાય આ પેકમાં યુઝર્સ અનલીમીટેડ વોઈસ કોલિંગ અને પ્રતિદિવસ ૧૦૦ એસએમએસની સુવિધા મળશે. ગ્રાહક ૩૬૫ દિવસ સુધી એસટીડી અને રોમિંગ કોલ કરી શકશે.

તમને જણાવી દઈએ કે, ૧૯૯૯ રૂપિયા વાળા વોડાફોન પ્રીપેડ રિચાર્જ પ્લાનને હજુ કેરળ સર્કલમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, આવનારા સમયમાં તે કંપનીના બધા સર્કલ્સ માટે જાહેર કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા વોડાફોને પોતાના ૨૦૯ અને ૪૭૯ રૂપિયાના અનલીમીટેડ પ્લાન્સને રિવાઈઝ કર્યો હતો. જેમાં યુઝર્સને પહેલા કરતા વધુ ડેટા આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ કંપનીના ૨૦૯ રૂપિયાના પ્લાનમાં પહેલા ૧.૫ જીબી ડેટા સાથે છે અનલીમીટેડ લોકલ અને એસટીડી કોલિંગ મળતી હતી. જયારે હવે આ પ્લાનમાં ૧.૬ જીબી ડેટા દરરોજ મળશે. એટલે હવે આ પ્લાનમાં ૧૦૦ એમબી વધુ ડેટા દરરોજ મળશે.

તેના સિવાય ૪૭૯ રૂપિયાના પ્લાનમાં પહેલા જ્યાં અનલિમિટેડ લોકલ કોલિંગના સાથે ૧.૫ જીબી ડેટા મળતો હતો. જયારે હવે આ પ્લાનમાં પણ ૧૦૦ એમબી વધુ ડેટા દરરોજ મળશે. જોક આ પ્લાનની વેલીડીટી ૮૪ દિવસ છે એટલે આ પ્લાનમાં ૮.૪ જીબી વધુ ડેટા મળશે. તમને જણાવી દઈએ કે, આ અગાઉ વોડાફોને એક વર્ષનો પ્લાન પણ લોન્ચ કર્યો હતો જેની કિંમત ૧૬૯૯ રૂપિયા છે.

Share: