રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પશ્ચિમ બંગાળમાં રૂ.૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરશે

February 09, 2019
 586
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પશ્ચિમ બંગાળમાં  રૂ.૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરશે

રિલાયન્સ  ઇન્ડસ્ટ્રીસેએ  પશ્ચિમ બંગાળમાં કંપનીના અમલ થઇ રહેલા વિવિધ પ્રોજેક્ટમાં રૂ.૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. “આજે અમારૂ પશ્ચિમ બંગાળમાં કુલ મૂડીરોકાણ રૂ.૨૮,૦૦૦ કરોડ જેટલું છે. અને અમે તેમાં રૂ.૧૦,૦૦૦ કરોડનો વધારો કરવાનું આયોજન કરી રહ્યા છીએ,” એમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ  બંગાલ  ગ્લોબલ બીઝ્નેઝ સમિટમાં જણાવ્યું હતું.

એમણે વધુમાં જણાવ્યું હતું કે મોટાભાગનું નવું મૂડીરોકાણ જિયોમાં થશે અને જિયો પશ્ચિમ બંગાળની ૧૦૦% વસતિને આવરી લેશે. “પશ્ચિમ બંગાળના દરેક ઘરમાં ડીજીટલ સર્વિસ પહોચાડવા માટે ઓપ્ટિક ફાઈબર થકી જિયો ગીગા ફાઈબર પ્રોજેક્ટ સારી રીતે આગળ વધી રહ્યો છે,” એમ જાણવી તેમણે ઉમેર્યું હતું કે જિયો ગીગાફાઈબરથી પશ્ચિમ બંગાળનું દરેક ઘર ‘સ્માર્ટ હોમ’ બની જશે.

વર્ષ ૨૦૧૬માં રિલાયન્સ દ્વારા રૂ.૪,૫૦૦ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું અને એ પછી વધુ રોકાણ થઇ રહ્યું છે જે આજે રૂ.૨૮,૦૦૦ કરોડ પહોંચી ગયું છે, જે ભારતમાં કંપનીના કુલ રોકાણનો દસમો ભાગ થવા જાય છે. રિલાયન્સ પશ્ચિમ બંગાળમાં ૫૦૦ રીટેલ સ્ટોર્સ અને ૪૬ પેટ્રોલ રીટેલ આઉટલેટ પણ ચાલવે છે તેમ જણાવતા અંબાણીએ ઉમેર્યું હતું કે રિલાયન્સ રાજ્યમાં ૩૦ લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યામાં અલગ અલગ વેરહાઉસ પણ ધરાવે છે.

રાજ્યમાં નવા વાણીજ્ય અંગે તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ સમગ્ર પૂર્વ ભારતનું લોજીસ્ટીક હબ બનવા આગળ ધપી રહ્યું છે અને આ ક્ષેત્રમાં વર્ષ ૨૦૨૦ સુધીમાં લગભગ રૂ.૫,૦૦૦ કરોડનું રોકાણ આકર્ષવાની યોજના ધરાવે છે. “રિલાયન્સ અહી ૩૦ લાખ ચોરસફૂટ જગ્યામાં વેરહાઉસ ચલાવે છે અને અમારા નવા કોમર્સ આયોજન સાથે તે આગામી ૨૪ મહિનામાં અનેક ગણું વધી શકે છે,” એમ તેમણે જણાવ્યું હતું.

પોતાના સંબોધનમાં અંબાણીએ રિલાયન્સ રીટેલ અને જિયો સાથે મળી નવું કોમર્સ પ્લેટફોર્મ શરુ કરવાની જાહેરાત કરી હતી. “આ પ્લેટફોર્મ થકી ગ્રાહકો, વેપારીઓ અને ઉત્પાદકો એમ દરેકને ફાયદો થશે. સમગ્ર દેશમાં આ પ્લેટફોર્મ થકી ત્રણ કરોડ જેટલા નાના દુકાનદારોને ફાયદો થશે,” એમ અંબાણીએ જણાવ્યું હતું.

કોલકતા ખાતે પ્રસ્તાવિત સીલીકોન વેલી હબ ખાતે રિલાયન્સ અત્યાધુનિક ડેટા સેન્ટર શરુ કરવાની યોજના ધરાવે છે. રિલાયન્સે અહી ૩૫૦ જેટલા જિયો પોઈન્ટ સ્થાપેલા છે અને આ વર્ષના અંત સુધીમાં તેની સંખ્યા ૧૦૦૦ થશે જેથી ગ્રામ્ય વિસ્તારો પણ ડીજીટલ કનેક્ટિવિટીથી જોડાઈ જશે, એમ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું.

Share: