
રિલાયન્સ જિયોના જિયોસાવન અને એરટેલના Wynk Music ને ટક્કર આપવા માટે દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની વોડાફોન આઈડિયા જલ્દી જ પોતાની મ્યુઝીક સ્ટ્રીમિંગ એપ લોન્ચ કરી શકે છે. નવી એપના લોન્ચ સાથે જ કંપની વર્તમાન આઈડિયા મ્યુઝીક એપને બંધ કરી દેશે. વોડાફોન આઈડિયાના સીઈઓ બાલેશ શર્માએ જણાવ્યું છે કે, “અમે લોકો આઈડિયા મ્યુઝીક એપ બંધ કરી રહ્યા છીએ અને જલ્દી જ અમે એક નવી મ્યુઝીક સ્ટ્રીમિંગ સર્વિસ લઈને આવવાના છીએ જે યુઝર્સને બેસ્ટ-ઇન-ક્લાસ મ્યુઝીક ઉપલબ્ધ કરાવશે. અમે તેના વિશેમાં બતાવતા રહીશું પરંતુ હજુ અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે મ્યુઝીક અને તેના માટે અમે પાર્ટનરશીપ દ્વ્રારા કામ કરવાના છીએ.
અત્યારના સમયે એરટેલના વિંક મ્યુઝીકની પાસે હજુ કુલ ૧૦ કરોડ યુઝર્સ છે. જયારે જિયો સાવન એપ સાઉથ એશિયાની મોટી સ્ટ્રીમિંગ, મનોરંજન અને આર્ટિસ્ટ પ્લેટફોર્મ છે. એવામાં વોડાફોન આઈડિયાની પોતાની મ્યુઝીક સ્ટ્રીમિંગ એપ દ્વ્રારા પ્રત્યન રહેશે કે, તે યુઝર્સને એરટેલ અને જિયોથી વધુ સારી સર્વિસ આપી શકે.
તમને જણાવી દઈએ કે, ટેલીકોમ કંપનીઓ વધતા કોમ્પિટિશનમાં પોતાના બનાવી રાખવા માટે યુઝર્સ માટે નવી-નવી સેવાઓને લોન્ચ કરતી રહે છે. તેનું સૌથી મોટું કારણ છે કે, કોઈ પણ ટેલીકોમ કંપની સેવાઓની ઉણપના કારણે પોતાના સબ્સક્રાઈબરને ખોવા માંગતી નથી.