ઇન્સ્ટાગ્રામ યુઝર્સને થશે નુકસાન, લાઈક્સ અને કમેન્ટ્સમાં આવશે ઘટાડો!

November 25, 2018
 636
ઇન્સ્ટાગ્રામ યુઝર્સને થશે નુકસાન, લાઈક્સ અને કમેન્ટ્સમાં આવશે ઘટાડો!

ઇન્સ્ટાગ્રામે તેના ફોટો શેયરિંગ પ્લેટફોર્મ માટે એક નિર્ણય લીધો છે, જેથી યુઝર્સના ફોલોઅર્સ અને પોસ્ટ લાઈક્સમાં અચાનકથી ઘટાડો થઇ શકે છે. ઇન્સ્ટાગ્રામે ઘોષણા કરી છે કે, ગ્રોથ માટે જે લોકો થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરે છે તેના એકાઉન્ટ્સમાં અચાનક લાઈક્સ અને કમેન્ટ્સની કમી આવી શકે છે. યુઝર્સ ફેક થર્ડ પાર્ટી એપ્સ દ્ધારા ફેક લાઈક્સ, ફોલોઅર્સ અને કમેન્ટ્સ પોસ્ટ કરી લે છે, જે કંપનીની પોલીસીનું ઉલ્લંઘન કરે છે. આ કારણે કંપનીએ હવે મહત્વનું પગલું ઉઠાવ્યું છે.

 

પ્રાપ્ત માહિતી મુજબ, ઇન્સ્ટાગ્રામે સૌથી પહેલા તે એકાઉન્ટ્સ વિશે શોધ્યું જેઓ આ એપ મેસેજીસનો ઉપયોગ કરી ફેક લાઈક અને કમેન્ટ્સ કરે છે, ત્યારબાદ યુઝર્સને મેસેજીસ દ્ધારા એલર્ટ કરવામાં આવે છે અમે તેમના લાઈક્સ, ફોલોઅર્સ અને કમેન્ટ્સને રિમુવ કરી રહ્યા છીએ અને તેમને પાસવર્ડ બદલવાની સલાહ પણ આપીએ છીએ.

 

આ સમસ્યા પર નિયંત્રણ મેળવવા માટે ઇન્સ્ટાગ્રામે મશીન લર્નિગ ટુલ્સ તૈયાર કર્યું છે, જે તે એકાઉન્ટ્સની તપાસ કરવામાં મદદ કરશે, જે આ થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરી રહ્યા હતા. ઇન્સ્ટાગ્રામના આ સ્ટેપને વધારે મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય છે, કારણકે તેનાથી ઇન્સ્ટાગ્રામ એક શ્રેષ્ઠ ફોટો શેયરિંગ કમ્યુનીટી બનશે, જ્યાં લોકો પરસ્પર કન્ટેન્ટ શેયર કરી શકશે.

Share: