બીએસએનએલે પોતાના આ બે પ્લાન્સમાં કર્યો મોટો ફેરફાર

February 11, 2019
 522
બીએસએનએલે પોતાના આ બે પ્લાન્સમાં કર્યો મોટો ફેરફાર

બીએસએનએલે પોતાના ૯૯ અને ૩૧૯ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાન્સમાં મોટો ફેરફાર કરી દીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ કંપનીએ પોતાના આ બંને પ્લાન્સની વેલીડીટીને પહેલાથી ઓછી કરી દીધી છે. બીએસએનએલે ૩૧૯ રૂપિયા વાળા પ્રીપેડ પેકને અનલીમીટેડ વોઈસ કોલિંગ બેનીફીટ્સની સાથે મુંબઈ અને દિલ્હી સર્કલને છોડી સંપૂર્ણ દેશમાં પ્રસ્તુત કર્યો હતો. આ રીચાર્જ પેકની વેલીડીટી ૯૦ ની હતી. પરંતુ રિપોર્ટ મુજબ, હવે બીએસએનએલના આ પ્લાનની વેલીડીટી ૮૪ દિવસની થઈ ગઈ છે.

તેના સિવાય કંપનીના ૯૯ રૂપિયાના પ્લાનમાં પહેલા અનલીમીટેડ વોઈસ કોલિંગ ૨૬ દિવસની વેલીડીટી સાથે મળી હતી. પરંતુ હવે આ પ્લાનની વેલીડીટી ઘટીને ૨૪ દિવસની થઈ ગઈ છે. એટલે કે અનલીમીટેડ કોલિંગ સુવિધા ૩૧૯ રૂપિયા વાળા પ્લાનની જેમ છે માત્ર તફાવત વેલીડીટીનો છે. જયારે પહેલા બીએસએનએલ સીમ બદલવા માટે પ્રીપેડ અને પોસ્ટપેડ ગ્રાહકોથી ૧૦ રૂપિયા લેતી હતી. પરંતુ હવે તેને ૧૦ ઘણો વધારી દેવામાં આવ્યો છે. હવે સીમ બદલવાનો ચાર્જ ૧૦ રૂપિયાથી લઈને વધી ૧૦૦ રૂપિયા થઈ ગયો છે.

તેમ છતાં કેટલાક સર્કલમાં ૧૯ રૂપિયામાં ૪જી સીમ આપવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં એરટેલ પણ પોતાના પ્લાનની વેલીડીટીને પહેલાથી ઓછી કરી છે અને ત્યાર બાદ હવે બીએસએનએલે પણ પોતાના પ્લાનમાં ફેરફાર કરી દીધો છે. 

Share: