એરટેલે પ્રસ્તુત કર્યા પાંચ નવા સસ્તા પ્લાન, મળશે કોલિંગ અને ડેટાની સુવિધા

November 26, 2018
 585
એરટેલે પ્રસ્તુત કર્યા પાંચ નવા સસ્તા પ્લાન, મળશે કોલિંગ અને ડેટાની સુવિધા

ટેલીકોમ માર્કેટમાં લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે એરટેલે પોતાની ‘સ્માર્ટ રિચાર્જ કેટેગરી’ ના આધારે પાંચ નવા પ્રીપેડ પ્લાન પ્રસ્તુત કર્યા છે. આ પ્લાન્સ ૩૪ રૂપિયા, ૬૪ રૂપિયા, ૯૪ રૂપિયા, ૧૪૪ રૂપિયા અને ૨૪૪ રૂપિયાના છે. આ પ્લાન્સમાં લોકોને કોલિંગ અને ડેટાની સુવિધા આપવામાં આવશે.

૩૪ રૂપિયા વાળા પ્લાનમાં ગ્રાહકોને ૧૦૦ એમબી ડેટા અને ૨૫.૬૬ રૂપિયાનો ટોક-ટાઈમ મળશે. આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની છે અને હોમ નેટવર્ક પર આઉટગોઇંગ કોલ્સ પર ૨.૫ પૈસા પ્રતિ સેકેન્ડ દરથી ચુકવણી કરવી પડશે.  

૬૪ રૂપિયા વાળા પ્લાનમાં ગ્રાહકોને ૨૦૦ એમબી ડેટા મળશે અને હોમ નેટવર્કમાં કોઈ પણ આઉટગોઇંગ કોલ કરવા પર ૧ પૈસા પ્રતિ સેકેન્ડના દરથી ચુકવણી કરવી પડશે. તેમાં ગ્રાહકોને ૫૪ રૂપિયાનો ટોક-ટાઈમ મળશે અને આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની છે.

૯૪ રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને ૯૪ રૂપિયાના ટોક-ટાઈમ સાથે ૫૦૦ એમબી ડેટા મળશે. આ પ્લાનની વેલીડીટી પણ ૨૮ દિવસની જ હશે અને પ્લાનમાં હોમ નેટવર્ક પર આઉટગોઇંગ કોલ કરવા પર ૩૦ પૈસા પ્રતિ મિનીટના દરથી ચુકવણી કરવી પડશે.

૧૪૪ રૂપિયા વાળા પ્લાનમાં ગ્રાહકોને ૪૨ દિવસની વેલીડીટી મળશે અને તેમાં ૧ જીબી ડેટા સાથે ૧૪૪ રૂપિયાનો ટોક-ટાઈમ પણ ગ્રાહકોને મળશે. આ પ્લાનમાં પણ હોમ નેટવર્ક પર આઉટગોઇંગ કોલ કરવા પર ૩૦ પૈસા પ્રતિ મિનીટ દરથી ચુકવણી કરવી પડશે.

૨૪૪ રૂપિયા વાળા પ્લાનમાં ગ્રાહકોને ૨ જીબી ડેટા મળશે અને હોમ નેટવર્કમાં આઉટગોઇંગ કોલ કરવા પર ૩૦ પૈસા પ્રતિ મિનીટ દરથી ચુકવણી કરવી પડશે. આ પ્લાનમાં ગ્રાહકોને ૨૪૪ રૂપિયાનો ટોક-ટાઈમ મળશે અને તેની વેલીડીટી ૮૪ દિવસની હશે. માનવામાં આવી રહ્યું છે કે, આ નવા પ્લાન્સના કારણે એરટેલ જિયોને ટક્કર આપવામાં સફળ રહેશે.

Share: