વોડાફોને પ્રસ્તુત કર્યો નવો પ્લાન, ૩૫૧ રૂપિયામાં મળશે આ સુવિધાઓ

February 14, 2019
 814
વોડાફોને પ્રસ્તુત કર્યો નવો પ્લાન, ૩૫૧ રૂપિયામાં મળશે આ સુવિધાઓ

ટેલીકોમ કંપની વોડાફોને ૩૫૧ રૂપિયાના ફર્સ્ટ રિચાર્જ પેક લોન્ચ કર્યું છે. આ પ્લાનમાં જિયોની જેમ એફયુપી વગર ગ્રાહકોને અનલીમીટેડ કોલિંગનો ફાયદો આપવા આવશે. તેના સિવાય ગ્રાહકોને કોલિંગ સાથે એસએમએસનો ફાયદો પણ આપવામાં આવશે. તેમ છતાં આ પેકમાં ડેટાના ફાયદો ગ્રાહકોને આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે, અ પેકની વેલીડીટી ૫૬ દિવસની છે.

તેમાં અનલીમીટેડ કોલિંગ સાથે ૫૬ દિવસની વેલીડીટી સાથે દરરોજ ૧૦૦ એસએમએસ આપવામાં આવશે. આ પેકની ડીટેલ સૌથી પહેલા ટેલીકોમટોકે આપી છે અને જણાવ્યું છે કે, આ પ્રીપેડ રિચાર્જની કિંમત અલગ-અલગ સર્કલના મુજબ અલગ-અગલ હોઈ શકે છે.  તમને જણાવી દઈએ કે, વોડાફોનના નવા ૩૫૧ રૂપિયા પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને ફ્રી વોડાફોન પ્લે સબ્સક્રિપ્શન પણ મળશે.

જયારે તાજેતરમાં વોડાફોને લાંબી વેલીડીટી વાળા ૧૯૯૯ રૂપિયાનો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો હતો. આ પેકમાં કંપની ગ્રાહકોને દરરોજ ૧.૫ જીબી ૪જી/૩જી ડેટા આપે છે. એવામાં જોવાનું રહેશે કે, ૩૫૧ રૂપિયાના ફર્સ્ટ રિચાર્જ પેકને યુઝર્સથી કેવો રિસ્પોન્સ મળશે.

ઉલ્લેખનીય છે કે, ટેલીકોમ માર્કેટમાં યુઝર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે વોડાફોને ૧૯૯૯ રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન પ્રસ્તુત કર્યો હતો. આ પેકમાં યુઝર્સને ૩૬૫ દિવસ માટે દરરોજ ડેટા, કોલિંગ અને એસએમએસની સુવિધા મળી રહી છે.

બતાવવામાં આવી રહ્યું છે કે, ૧૯૯૯ રૂપિયા વાળા પ્રીપેડ રિચાર્જ પેકમાં યુઝર્સ દરરોજ ૧.૫ જીબી/૩જી ડેટા મળી રહ્યો છે. એટલે વોડાફોનના સબ્સ્ક્રાઇબર્સ કુલ ૫૪૭.૫ જીબી ડેટા મળશે. ડેટા સિવાય આ પેકમાં યુઝર્સ અનલીમીટેડ વોઈસ કોલિંગ અને પ્રતિદિવસ ૧૦૦ એસએમએસની સુવિધા મળશે. ગ્રાહક ૩૬૫ દિવસ સુધી એસટીડી અને રોમિંગ કોલ કરી શકશે.

તમને જણાવી દઈએ કે, ૧૯૯૯ રૂપિયા વાળા વોડાફોન પ્રીપેડ રિચાર્જ પ્લાનને હજુ કેરળ સર્કલમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, આવનારા સમયમાં તે કંપનીના બધા સર્કલ્સ માટે જાહેર કરવામાં આવી શકે છે.

Share: