બીએસએનએલે પોતાના આ બ્રોડબેન્ડ પ્લાન્સમાં કર્યો મોટો ફેરફાર

February 15, 2019
 746
બીએસએનએલે પોતાના આ બ્રોડબેન્ડ પ્લાન્સમાં કર્યો મોટો ફેરફાર

સરકારી ટેલીકોમ બીએસએનએલે પોતાના ફાઈબર-ટુ-ધ-હોમ પ્લાનને રિવાઈઝ કર્યો છે. જેમાં ટેલીકોમ કંપનીએ મહિના ડેટા લીમીટની જગ્યાએ ડેલી ડેટા ઓફર કરવા માટે આ ફેરફાર કર્યો છે. સરકારી ટેલીકોમ કંપનીએ હવે બીએસએનએલ એફટીટીએચ બ્રોડબેન્ડના ૬ વર્તમાન પ્લાનને રિવાઈઝ કરવામાં આવ્યો છે.

પ્લાનમાં ફેરફાર

જે પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તેમાં બીએસએનએલ ફ્રાઈબ્રો કોમ્બો યુએલડી ૭૭૭, બીએસએનએલ ફાઈબ્રો કોમ્બો યુએલડી ૧૨૭૭, બીએસએનએલ ફાઈબ્રો કોમ્બો યુએલડી ૩૯૯૯, બીએસએનએલ ફાઈબ્રો કોમ્બો યુએલડી ૫૯૯૯, બીએસએનએલ ફાઈબ્રો કોમ્બો યુએલડી ૯૯૯૯ અને બીએસએનએલ ફાઈબ્રો કોમ્બો યુએલડી ૧૬૯૯૯ પ્લાન સામેલ છે.

ડેટા

બીએસએનએલ ફાઈબ્રો કોમ્બો યુએલડી ૩૯૯૯ પ્લાનનું નામ હવે ૫૦ જીબી પ્લાન હશે. આ પ્લાનમાં યુઝર્સને ૧૦૦ એમબીપીએસ સ્પીડ પર દરરોજ ૫૦ જીબી ડેટા મળશે. એફયુપી બાદ સ્પીડ ૪ એમબીપીએસ થઈ જશે. જ્યારે, બીએસએનએલ ફાઈબ્રો કોમ્બો યુએલડી ૫૯૯૯ બ્રોડબેન્ડ પ્લાનમાં હવે યુઝર્સને દરરોજ ૮૦ જીબી ડેટા ૧૦૦ એમબીપીએસ સ્પીડ પર મળશે. જયારે, એફયુપી બાદ સ્પીડ ૬ એમબીપીએસ થઈ જશે. જયારે, બીએસએનએલ ફાઈબ્રો કોમ્બો યુએલડી ૯૯૯૯ અને બીએસએનએલ ફાઈબ્રો કોમ્બો યુએલડી ૧૬૯૯૯ પ્લાનમાં યુઝર્સને દરરોજ ક્રમશ: ૧૨૦ જીબી અને ૧૭૦ જીબી ડેટા મળશે. આ બને પ્લાનમાં ડેટા ૧૦૦ એમબીપીએસ સ્પીડ પર મળશે. જયારે, એફયુપી લીમીટ બાદ ડેટાની સ્પીડ ૮ એમબીપીએસ થઈ જશે.

Share: