ફેસબુક પર લાગ્યો ૮ કરોડ યુઝર્સની વ્યક્તિગત જાણકારી શેર કરવાનો આરોપ

February 16, 2019
 518
ફેસબુક પર લાગ્યો ૮ કરોડ યુઝર્સની વ્યક્તિગત જાણકારી શેર કરવાનો આરોપ

દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર એક વખત ફરીથી મોટો આરોપ લાગ્યો છે. ફેસબક પર આરોપ લાગ્યો છે કે, તેને પોતાના ૮.૭ કરોડ યુઝર્સની જાણકારી કોઈ અન્ય કંપની સાથે શેર કરી છે અને તેના માટે ફેસબુક પર અરબો ડોલર્સનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે. વાસ્તવમાં આ બાબત પણ રાજકીય સલાહકાર કંપની કેમ્બ્રિજ એનાલીટીકાથી જોડાયેલ છે.

કહેવામાં આવી રહ્યું છે કે, ફેસબુકે ક્રેમ્બ્રીજ એનાલીટીકાને ખોટી રીતે પોતાના ૮.૭ કરોડ યુઝર્સની અંગત જાણકારી આપી દીધી છે. ફેસબુકના આ ડેટા લીક બાબતની તપાસ કરી રહેલી ફેડરલ ટ્રેડ કમીશને જણાવ્યું છે કે, ફેસબુકે ૨૦૧૧ માં તૈયાર સેફગાર્ડ યુઝર્સ પ્રાઈવેસીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

ફેસબુક પર લાગી ચુક્યો છે ૫ લાખ પાઉન્ડનો દંડ

તમને જણાવી દઈએ કે, કેમ્બ્રિજ એનાલીટીકાની સાથે યુઝર્સનો ડેટા શેર કરવાથી લઈને ગયા વર્ષે ફેસબુક પર બ્રિટેનના અઈસીઓએ ૫ લાખ પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો જો કે મહત્તમ દંડ હતો. આઈસીઓએ જણાવ્યું હતું કે, તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ફેસબુકે ૨૦૦૭ થી ૨૦૧૪ ની વચ્ચે યુઝર્સની વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ તેમની સહમતિ વગર જ એપ્લીકેશન ડેવલપરોને કરવાની પરવાનગી આપી દીધી હતી.

Share: