વોડાફોને પ્રસ્તુત કર્યો નવો પ્લાન, મળશે ઘણી શાનદાર ઓફર્સ

February 17, 2019
 817
વોડાફોને પ્રસ્તુત કર્યો નવો પ્લાન, મળશે ઘણી શાનદાર ઓફર્સ

લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે ટેલીકોમ કંપની વોડાફોને ૬૪૯ રૂપિયાનો નવો પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ નવા પ્લાનનું નામ Red iPhone Forever છે. આ પ્લાનમાં અનલીમીટેડ લોકલ અને એસટીડી કોલિંગ મળશે, જે એફયુપી લીમીટ વગર છે. પ્લાનમાં અનલીમીટેડ નેશનલ રોમિંગની પણ સુવિધા છે. જયારે આ પ્લાનમાં ૯૦ જીબી ૨જી/૩જી/૪જી ડેટા દરમહિને મળશે. તેની સાથે ડેટા રોલઓવરની સુવિધા ૨૦૦ જીબી સુધીની છે.

વાત કરીએ રેડ આઈફોન ફોર એવર પ્રોગ્રામની તો જો ભૂલથી તમે પોતાનો આઈફોન પાડી દો છો તો ડિસ્પ્લે તૂટી જાય છે અથવા પછી ફોનને કોઈ બીજું નુકસાન થાય છે તો લગભગ ૧૫૦૦૦ રૂપિયાનો ખર્ચો આવે છે. પરંતુ આ પ્રોગ્રામના આધારે તમારે માત્ર સર્વિસ હેન્ડલિંગ ફી ૨૦૦૦ રૂપિયા અને જીએસટી આપવું પડશે અને તમારા આઈફોનને સંપૂર્ણ તરીકે રિપેયર કરી દેવામાં આવશે.

વોડાફોને આ પ્લાનની સાથે ૧૨ મહિનાના વોડાફોન પ્લે સબ્સક્રિપ્શન પણ ફ્રી ઓફર કરી છે. તેની સાથે યુઝર્સને એક વર્ષ માટે એમેઝોન પ્રાઈમ અને એમઝોન પ્રાઈમ વિડીયો સબ્સક્રિપ્શન પણ મળે છે. તેના સિવાય, વોડાફોન ૬૪૯ રૂપિયા વાળા પ્લાનમાં બાયબેક ઓફર્સ પણ છે, જેના દ્વ્રારા તમે વર્તમાન આઈફોનને નવા આઈફોનની સાથે રિપ્લેસ કરી શકે છે.

રિપ્લેસમેન્ટની સુવિધા આઈફોન ૫ એસ અને ત્યાર બાદ આવનારા આઈફોન માટે જ છે. તેની સાથે જ ફોન આધિકારી રિટેલરથી ખરીદવો પડશે અને આ ૧૮ મહિનાથી વધુ જુનો હોવો જોઈએ નહીં. ૧૮ મહિનાથી વધુ જુનો ફોન રિપ્લેસ થશે નહીં, પરંતુ તેમને રિપેયર અથવા અપગ્રેડ કરવામાં આવી શકે છે. એવામાં જોવાનું રહેશે કે, આ પ્લાનને યુઝર્સથી કેવો રિસ્પોન્સ મળશે.

Share: