બીએસએનએલનો ધમાકો, ૭૮ રૂપિયામાં મળશે અનલીમીટેડ કોલિંગ અને ૨૦ જીબી ડેટા

November 27, 2018
 555
બીએસએનએલનો ધમાકો, ૭૮ રૂપિયામાં મળશે અનલીમીટેડ કોલિંગ અને ૨૦ જીબી ડેટા

બીએસએનએલે નવા પ્રીપેડ પ્લાન ‘STV COMBO78’ ને લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને અનલીમીટેડ કોલિંગ સાથે પ્રતિદિવસ ૨ જીબી ડેટાનો લાભ મળશે. બીએસએનએલનો આ પ્લાન રિલાયન્સ જિયોના પ્લાનથી પણ સસ્તો છે. તમને જણાવી દઈએ કે, આ સમયે માર્કેટમાં યુઝર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે નવા-નવા પ્લાન્સને પ્રસ્તુત કરી રહી છે.

પ્લાન ડીટેલ્સ

૭૮ રૂપિયાના પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલ અને નેશનલ કોલિંગની ફ્રી સુવિધા મળી રહી છે. આ પ્લાનમાં તમે મુંબઈ અને દિલ્હીમાં અનલીમીટેડ કોલિંગ કરી શકો છો તેની સાથે જે યુઝર્સને ૨ જીબી ૨ જી/૩ જી ડેટા આપવામાં આવી રહ્યો છે. એટલે કે તમને કુલ ૨૦ જીબી ડેટા મળશે. જયારે દરરોજ ૨ જીબી ડેટા સમાપ્ત થયા બાદ ૮૦ Kbps ની સ્પીડ મળશે. તેમ છતાં આ પ્લાનની વેલીડીટી માત્ર ૧૦ દિવસની જ છે.

જિયો

તમને જણાવી દઈએ કે, જિયોની પાસે ૯૮ રૂપિયાનો પ્લાન છે જેમાં દરરોજ ૨ જીબી ડેટા મળે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને નેશનલ કોલિંગની પણ સુવિધા મળી છે. જ્યારે આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની છે. 

Share: