બીએસએનએલે પોતાના આ પ્લાનમાં કર્યો મોટો ફેરફાર

February 18, 2019
 489
બીએસએનએલે પોતાના આ પ્લાનમાં કર્યો મોટો ફેરફાર

ટેલીકોમ માર્કેટમાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે બીએસએનએલે ૯૮ રૂપિયા વાળા ડેટા પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ અહીં પહેલા ૨૬ દિવસની વેલીડીટી સાથે દરરોજ ૧.૫ જીબી ડેટા આપવામાં આવતો હતો, હવે ફેરફાર બાદ તેમાં દરરોજ ૨જીબી ડેટા મળશે અને એક વખત એફયુપી લીમીટ સમાપ્ત થયા બાદ સ્પીડ ૮૦ Kbps સુધી આવી જશે. બીએસએનએલે આ પ્લાનની વેલીડીટીમાં પણ ફેરફાર કર્યો છે અને તેની વેલીડીટી ૨ દિવસ સુધીની કરવામાં આવી છે, એટલે હવે આ પ્લાનમાં ૨૪ દિવસની વેલીડીટી આપવામાં આવી રહી છે.

તેના સિવાય હવે આ પ્લાનમાં ગ્રાહકોને ઈરોઝ નાવ સબ્સક્રીપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે ઈરોઝ નાવનો ઉપયોગ કરવો પડશે અને પોતાના ૯૮ રૂપિયા વાળા બીએસએનએલ પ્લાનની સાથે લોગ-ઇન કરવું પડશે. તેના સિવાય સરકારી ટેલીકોમ કંપનીએ ઈરોઝ નાવનું સબ્સક્રીપ્શન ૩૩૩ રૂપિયા અને ૪૪૪ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાન્સમાં પણ આપવાનું શરુ કર્યું છે.

તમને જણાવી દઈએ કે, બીએસએનએલે પોતાના ગ્રાહકોને કેટલાક પ્લાન્સમાં ફ્રી કન્ટેન્ટ આપવા માટે ઈરોઝ નાવ સાથે ભાગીદારી કરી છે. આ અગાઉ કંપની ઈરોઝ નાંનું સબ્સક્રીપ્શન ૭૮ રૂપિયા વાળા પ્લાનમાં આપી રહી હતી, પરંતુ હવે ૯૮ રૂપિયા વાળા પ્લાનનું નામ પણ આ યાદીમાં સામેલ થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે, બીએસએનએલે ૨.૨ જીબી ફ્રી ડેલી ડેટા ઓફરને વધારી ૩૦ એપ્રિલ સુધી કરી નાખી છે. આ અગાઉ આ ઓફરની સમયસીમા ૩૧ જાન્યુઆરી હતી. જયારે પહેલા બીએસએનએલ ૨.૨ જીબી ફ્રી ડેલી ડેટા ઓફરને ૧૧ પ્રીપેડ પ્લાન માટે પ્રસ્તુત કર્યો હતો. જયારે હવે કંપનીએ આ ઓફરમાં ૧૬૯૯ રૂપિયા અને ૨૦૯૯ રૂપિયા વાળા પ્લાનને પણ સામેલ કરી લીધો છે.

જયારે આ અગાઉ ૨.૨ જીબી ફ્રી ડેલી ડેટા ઓફર ૧૮૬, ૪૨૯, ૪૮૫, ૬૬૬ અને ૯૯૯ રૂપિયા વાળા પ્રીપેડ મોબાઈલ રિચાર્જ અને ૧૮૭, ૩૩૩, ૩૪૯, ૪૪૪, ૪૪૮, ૧૬૯૯ અને ૨૦૯૯ રૂપિયા વાળા એસટીવી પ્લાનમાં ઓફર કરવામાં આવી રહ્યો હતો. બીએસએનએલ આ પ્લાનમાં બેનિફિટસ સિવાય ડેલી ૨.૨ જીબી ડેટા આપી રહ્યું છે. બીએસએનએલની આ ઓફર કેરલાને છોડી ૧૯ સર્કલોમાં રહેલી છે. તમને જણાવી દઈએ કે, આ અગાઉ બીએસએનએલે ૭૦ માં રિપબ્લિક ડે પર સ્પેશલ પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો હતો. કંપનીએ ૨૬૯ રૂપિયાનો પ્રીપેડ કોમ્બો એસટીવી પ્રસ્તુત કર્યો હતો, જે પ્લાન ૩૧ જાન્યુઆરી સુધી જ માન્ય હતો. આ પ્લાનમાં ૨૬૦૦ લોકલ અને નેશનલ કોલિંગ મિનીટ અને ૨.૬ જીબી ૨જી / ૩જી ડેટા આપવામાં આવી રહ્યો હતો. એવામાં જોવાનું રહેશે કે, કંપની દ્વ્રારા ઉઠાવવામાં આવેલ આ પગલાથી કેટલો ફાયદો મળી શકશે.

Share: