ફરીથી મુશ્કેલીમાંઆવ્યું ફેસબુક, બ્રિટેનના સાંસદોએ ફેસબુકને લીધુ આડે હાથ

February 19, 2019
 795
ફરીથી મુશ્કેલીમાંઆવ્યું ફેસબુક, બ્રિટેનના સાંસદોએ ફેસબુકને લીધુ આડે હાથ

સોશિયલ મીડિયા સાઈટ ફેસબુકને લઈને એક નવી ખબર સામે આવી છે. અને આમાં બ્રિટીશ સાંસદને એક રીપોર્ટ આપી ફેસબુક પર બ્રિટેનમાં જાણી જોઈને આંકડા જોડે કાનુનના ઉલ્લંઘન કરવાનો આરોપ લગાયો છે. આની સાથે જ સોશીયલ મીડિયા કંપનીઓ પર વધારે ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યુ છે. સોશીયલ મીડિયા પર ફાલતુ ખબર અને ભ્રમિત જાણકારિયો પર આ રીપોર્ટ ૧૮ મહીને બાદ તૈયાર કરવામાં આવ્યો છે.

રીપોર્ટ તૈયાર કરવા વાળી સંસદીય સમિતિ એ કહ્યું છે કે સોશીયલ મીડિયા વેબસાઈટોને અનુકુળ રીતે આચાર સંહિતાનુ પાલન કરવું જોઈએ અને હાનીકારક અથવા ગેરકાયદે વસ્તુને સારી રીતે નિયંત્રણ કરવા માટે એક સ્વતંત્ર નિયામકને આ ધ્યાન રાખવું જોઈએ. રીપોર્ટ માં ફેસબુકને લઈને સારી રીતે કેહવામા આવ્યુ છે કે એવું લાગે છે કે સાઈટની રચનાને એવી રીતે ડીઝાઈન કરી છે કે વિશિષ્ટ નિર્ણયોના લીધે જ્ઞાન અને જિમ્મેદારી છુપાવી શકાય. આ સ્પષ્ટ છે કે ફેસબુકે જાણીજોઈને આંકડા ની ગોપનીયતા (ડેટા પ્રાઈવ્સી) અને પ્રતિસ્પર્ધારોધી સંબંધીત કાનૂનનું ઉલ્લંઘન કર્યું છે.

આ રીપોર્ટમાં ફેસબુકના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) માર્ક જુકરબર્ગ પર બ્રિટેનની સંસદની અવમાનનાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એમણે કીધું કે જુકર બર્ગને ઘણી વાર સમિતિના સામે હાજર થવા કેહવામાં આવ્યુ છે પણ એ આવ્યા નથી. ફેસબુકને આના વિશે મોકલવામાં આવેલ ઈ મેઈલનો કોઈ જવાબ આપ્યો નથી. તમને જણાવીએ એ પહેલા પણ સોશીયલ સાઈટ ફેસબુક પર યુજર્સના ડેટા લીકને લઈને ઘણા મામલા સામે આવ્યા છે. એવામાં આ નવો રીપોર્ટ આવ્યા પછી કંપનીની મુસીબત વધારે વધી શકે તેમ છે.

Share: