બીએસએનએલે પોતાના પોસ્ટપેડ યુઝર્સ માટે પ્રસ્તુત કરી આ ખાસ સર્વિસ

November 12, 2018
 924
બીએસએનએલે પોતાના પોસ્ટપેડ યુઝર્સ માટે પ્રસ્તુત કરી આ ખાસ સર્વિસ

ટેલીકોમ માર્કેટમાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે ભારત સંચાર નિગમ લિમિટેડ બીએસએનએલે પોતાના પોસ્ટપેડ યુઝર્સ માટે એક નવી સર્વિસ પ્રસ્તુત કરી છે. કંપનીના પોસ્ટપેડ યુઝર્સ હવે બાકી રહેલા ડેટાને કૈરી ફોરવર્ડ કરી શકશે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં કંપનીએ ઘણા પ્લાનને રિવાઈઝ કર્યા છે અને ઘણા નવા પ્લાન પ્રસ્તુત કર્યા છે, જે પ્રાઈવેટ કંપનીઓના મુકાબલામાં ઘણા સારા છે.

કેરી-ફોર્વડ સર્વિસ

બીએસએનએલે આ નવી સર્વિસને તેમ છતાં લીમીટેડ રાખી છે. કંપનીએ પોતાના ૫૨૫ રૂપિયાના પોસ્ટપેડ પ્લાન કોલકાતા સર્કલમાં માટે રિવાઈઝ કર્યો છે, જેમાં હવે કંપની ૮૦ જીબી ડેટા આપી રહી છે અને તેમાં યુઝર્સ આગામી બીલ સાઈકલ માટે ૨૦૦ જીબી ડેટા સુધી કૈરી-ફોર્વડ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આ કૈરી-ફોરવર્ડ સર્વિસ માત્ર આ ૫૨૫ રૂપિયા પ્લાન માટે આપી રહી છે અને આ માત્ર કોલકાતા સર્કલના યુઝર્સ માટે ઉપલબ્ધ હશે.

તમને જણાવી દઈએ કે, બીએસએનએલે ભારતમાં ૧૧ કરોડ યુઝર્સની સાથે દેશની ચોથી સૌથી મોટી ટેલીકોમ કંપની છે. આ સમયે કંપની માર્કેટમાં પોતાની પકડને વધુ મજબૂત કરવા માટે નવા-નવા પ્લાન્સ પ્રસ્તુત કરી રહી છે.

Share: