વોટ્સએપમાં જોડાઈ શકે છે આવા નવા ફીચર્સ

February 19, 2019
 868
વોટ્સએપમાં જોડાઈ શકે છે આવા નવા ફીચર્સ

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હાટસએપનો ઉપયોગ કરનારાની ભારતમાં કોઈ ઉણપ નથી. યુઝર્સના અનુભવને વધારે સારા બનાવા માટે વ્હાટસએપમાં થોડા એવા ફીચર્સ જોડાવવાના છે જે રોજબરોજની જિંદગીમાં વ્હાટસએપ યુઝર્સના ઘણા કામમાં આવશે. અત્યારે હાલ આ ફીચર્સની ટેસ્ટીંગ i0S પ્લેટફોર્મ પર થઇ રહી છે, એવામાં માનવામાં આવી રહ્યું છે કે આવતા થોડા મહિના માં આ ફીચર્સને યુઝ કરવા માટે આપવામાં આવશે.

આ ફીચર્સના આવ્યા પછી વ્હાટસએપ ગ્રુપ ના એડમીને પહેલા યુઝર્સની પરવાનગી લેવી પડશે ત્યાર પછી એને વ્હાટસએપ ગ્રુપમાં ઉમેરી શકાશે. માનવામાં આવી રહ્યું છે કે ગ્રુપ એડમીન અમુક લોકોને ના પાડવા છતાં અમુક ગ્રુપમાં એડ કરી દે છે જેના લીધે એમને મુશ્કેલી ઉભી થાય છે. આના લીધે આ જરૂરી ફીચરને સૌથી પેહલા i0S યુઝર્સ માટે લાવામાં આવશે.

રાતના સમયે વ્હાટસએપનો ઉપયોગ કરવા વાળા માટે ડાર્ક મોડ ફીચર યુઝરને ઘણું કામ આવશે. આ ફીચરના આવ્યા પછી રાતના સમયે એપ ચાલુ રાખવાથી સ્માર્ટફોન ની તેજ લાઈટ આંખો પર જોરથી નહિ પડે. આ ફીચરને એક્ટીવેટ કર્યા પછી વ્હાટસએપનું બેકગ્રાઉન્ડ સફેદમાંથી કાળા કલરનું થઈ જશે જેના લીધે સ્માર્ટફોનની બેટરી પણ બચશે.

વ્હાટસએપ માં નવી ફિંગરપ્રિન્ટ લોક ની સુવિધા ને ઉમેરવામાં આવશે જેની મદદથી તમારી મંજુરી વગરકોઈ આ એપ્પ ખોલી નહિ શકે.આ ફીચરને એક્ટીવેટ કર્યા પછી ચેહરાનુ ID અને ફિંગરપ્રિંટ સેન્સરની મદદથી આ એપને ખોલી શકાશે. આ ફીચર i0S અને એન્ડ્રોઈડ બન્ને પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે.

આની મદદથી યુઝર કોઈ પણ ઓડિયો ફાઈલને મોકલ્યા પહેલા સાંભળી શકશે. ફાઈલ્સ પણ મોકલી શકાશે.

માર્શેબ્લના રીપોર્ટ પ્રમાણે વ્હાટસએપ અત્યારે હાલ એક અલગ રીતના ફીચરને ચકાસી રહી છે જેના લીધે યુઝરના સ્ટેટસ મેસેજને વધારે સારી રીતે બતાવામાં આવી શકશે. આ ફીચરના આવ્યા પછી જે લોકો તમારી જોડે વધારે વાત કરે છે એમને તમારું વ્હાટસએપ સ્ટેટસ સૌથી ઉપર જોવા મળશે. અત્યારે હાલ સૌથી પેહલા અપલોડ કરેલું વ્હાટસએપ સ્ટેટસ મેસેજ સૌથી ઉપર બતાવે છે.

Share: