એરટેલ પોતાના આ યુઝર્સને આપી રહી છે ૧૦૦૦ જીબી બોનસ ડેટા

February 20, 2019
 596
એરટેલ પોતાના આ યુઝર્સને આપી રહી છે ૧૦૦૦ જીબી બોનસ ડેટા

ટેલીકોમ કંપની એરટેલે એક મોટો ધમાકો કરતા પોતાના બ્રોડબેંડ સબ્સક્રાઈબર્સને ૧૦૦ જીબી બોનસ ડેટા આપવાની જાહેરાત કરી છે. બોનસ ડેટા માત્ર તેમના યુઝર્સને મળશે જેને ૭૯૯ રૂપિયા અથવા તેનાથી વધુની કિંમતનો પ્લાન સબ્સક્રાઈબર્સ કર્યો છે. ૭૯૯ રૂપિયાના પ્લાન સબ્સક્રાઈબર્સને ૫૦૦ જીબી બોનસ ડેટા મળશે. જયારે ૯૯૯ રૂપિયાના પ્લાન સબ્સક્રાઈબર્સને ૧૦૦૦ જીબી બોનસ ડેટા મળશે. તેના સિવાય ૧૨૯૯ રૂપિયાના સબ્સક્રાઈબર્સને ૧૦૦૦ જીબી બોનસ ડેટા મળશે.

તમને જણાવી દઈએ કે, સતત ઓછા થઈ રહેલા સબ્સક્રાઇબર બેઝના ચલતે એરટેલે પોતાના ૧૦૦ રૂપિયા અને ૫૦૦ રૂપિયાના ટોક ટાઈમ રિચાર્જ પ્લાનને ફરીથી રજુ કર્યો છે. એરટેલ દ્વ્રારા ઉપલબ્ધ કરાયેલા ટોકટાઈમ રિચાર્જ પ્લાન્સમાં આ બંને પ્લાન્સ લેનારા સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા સૌથી વધુ છે. જયારે એરટેલને આશા છે કે, આ પ્લાન્સમાં સબ્સ્ક્રાઇબર્સ એક વખત ફરીથી એરટેલની તરફ આકર્ષિત હશે. જયારે આ ફ્રી ડેટા ૩૧ માર્ચ સુધી વેલિડ રહેશે.

તમને જણાવી દઈએ કે, એરટેલનો થોડા દિવસો પહેલા જ ૩૬૫ દિવસના માટે એક પ્રી-પેડ પ્લાન લોન્ચ કર્યો છે જેમાં ગ્રાહકોને બધા નેટવર્ક પર અનલીમીટેડ કોલિંગ સાથે દરરોજ ૧ જીબી ડેટા મળશે. એરટેલ સિવાય આ પ્લાનની કિંમત ૧૬૯૯ રૂપિયા છે. એવામાં જોવા રહેશે કે, આ નવા પ્લાનથી કંપનીને માર્કેટથી કેવો રિસ્પોન્સ મળશે.

Share: